મોરબીના નાગડાવાસ ગામે બે રેડમાં ૨૨૧ બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ
હળવદના જુના ઇશનપુર ગામે ગાળો બોલવાની ના કહેતી મહિલા સહિત ત્રણ વ્યક્તિને ધારિયા-ધોકા વડે માર માર્યો
SHARE









હળવદના જુના ઇશનપુર ગામે ગાળો બોલવાની ના કહેતી મહિલા સહિત ત્રણ વ્યક્તિને ધારિયા-ધોકા વડે માર માર્યો
હળવદના જુના ઇશનપુર ગામે શેરીમાં ગાળો બોલવાની ના કહેતા ઉશકેરાયેલા શખ્સે ધારિયા વડે અને તેના ભાઈઓ તેમજ માતાએ ધોકા વડે મહિલા સહિત ત્રણ વ્યક્તિને માર માર્યો હતો જેથી કરીને ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા હતા અને સારવાર લીધા બાદ યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદના જુના ઇશનપુર ગામે રહેતા રાયધનભાઇ લવજીભાઇ વરાણીયા જાતે કોળી (૨૨)એ રમણીક કેશાભાઇ વરાણીયા, જયંતિભાઇ કેશાભાઇ વરાણીયા, દિપકભાઇ કેશાભાઇ વરાણીયા અને કનુબેન કેશાભાઇ વરાણીયા રહે. બધા જુના ઇશનપુર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી રમણીક કેશાભાઇ વરાણીયા શેરીમાં ગાળો બોલતા હતો જેથી કરીને સાહેદ જીગ્નાબેને ગાળો બોલવાની ના પડી હતી તો પણ તે ગાળો બોલતો હતો જેથી સાહેદે દેકારો કરતા ફરીયાદી તેને સમજાવવા માટે ગયો હતો ત્યારે આરોપી રમણીક કેશાભાઇ વરાણીયાએ ઉશ્કેરાઇ જઇને ફરિયાદીને ડાબા હાથમાં ધારીયાનો ઉંધો ઘા મારી ફેક્ચર કર્યું હતું અને બાદમાં બીજા આરોપીઓએ ત્યાં આવીને માથાકૂટ કરી હતી અને સાહેદ પરબતભાઇને ધોકા વડે કાંડાના ભાગે ઇજા કરી હતી તેમજ સાહેદ જીગ્નાબેનને પકડીને ધોકા વડે માર મારીને ઇજા કરી હતી અને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાનની ફરિયાદ લઈને પોલીસે આઈ.પી.સી. કલમ-૩૨૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા ચક્રોગતિમાન કરેલ છે
