મોરબીની ત્રાજપર ચોકડી પાસે કારખાનામાં ગળેફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત
વાંકાનેરની ડબલ ચાલીમાં ચાર મહિના પહેલા લગ્ન થયેલ પરિણીતાએ કર્યો આપઘાત
SHARE









વાંકાનેરની ડબલ ચાલીમાં ચાર મહિના પહેલા લગ્ન થયેલ પરિણીતાએ કર્યો આપઘાત
વાંકાનેરના વીસીપારમાં આવેલ ડબલ ચાલી વિસ્તારમાં રહેતી પરણીતાએ કોઈ કારણોસર પોતાના રૂમની અંદર રાત્રી દરમિયાન ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મૃતક પરિણીતાના સસરાએ વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના વીસીપરા વિસ્તારની ડબલ ચાલીમાં રહેતા હબીબભાઈ સુલેમાનભાઈ મોવર જાતે મિયાણા (ઉંમર ૫૦) ના દિકરા હમિદભાઈની પત્ની રોશનબેન (ઉંમર ૨૨)એ તા ૧૯ ના રાત્રિના એક વાગ્યાથી લઈને સવારના સાડા સાત વાગ્યા દરમિયાન પોતાના ઘરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે ચાર માસ પહેલા જ રોશનના હમીદભાઈ સાથે લગ્ન કરવામાં આવ્યા હતા દરમિયાન તેણે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હોય વાંકાનેર પોલીસે બનાવની નોંધ કરી કાગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરેલ છે
મારામારીમાં ઇજા
મોરબીના સામાકાંઠા વિસ્તારના જીવરાજપરા વિસ્તારમાં રહેતા કાનજીભાઈ કાંતિભાઈ મુછડીયા નામનો ૪૨ વર્ષીય યુવાન જુના રફાળેશ્વર રોડ ઉપર પ્લેટીના સીરામીક નજીક હતો ત્યાં તેને મારામારીના બનાવમાં ઇજાઓ થતાં સારવારમાં ખસેડાયો હતો.તેમજ એમપીના જાંબુવાના ગોપાલપુરા વિસ્તારનો રહેવાસી નીતિનભાઈ શીંગાડીયા નામનો ૩૨ વર્ષીય યુવાન પોતાના શેઠના બાઈકની પાછળ બેસીને જતો હતો ત્યારે ટીંબડી ગામના પાટિયા નજીક તે અકસ્માતે પડી જતા પગના ભાગે ઇજાઓ થવાથી તેને સારવાર માટે ખસેડાયો હતો.
