માળીયા (મી)માં મચ્છીના વેપાર બાબતે અગાઉ થયેલ માથાકૂટનો ખાર રાખીને યુવાન ઉપર છરી વડે હુમલો
મોરબીની ત્રાજપર ચોકડી પાસે કારખાનામાં ગળેફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત
SHARE









મોરબીની ત્રાજપર ચોકડી પાસે કારખાનામાં ગળેફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત
મોરબીના ત્રાજપર ચોકડી પાસે આવેલ સિરામિક કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ ગયો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ચોકડી પાસે આવેલ અનિલ સિરામિકમાં રામદયાલ શાહ નામનો યુવાન કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ ગયો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરે છે અને યુવાને કયા કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે
હાર્ટ એટેકથી મોત
મોરબી શહેરના ઘુટુ રોડ ઉપર આવેલ હિલસેરા સિરામિકના કવાર્ટરમાં રહેતા મનોજભાઈ રામબચ્ચનભાઈ શાહ (ઉંમર ૪૭) ને હાર્ટ એટેકનો હુમલો આવી જતા તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની તેના ભાઈ રાજકુમાર રામબચ્ચનભાઈ શાહએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
