મોરબીના એલ.ઇ. ગ્રાઉન્ડમાં પાર્ક કરેલ કારમાંથી ૫૪ બોટલ દારૂ સાથે એક પડકાયો
માળીયા (મી)ના નવી નવલખીનો શખ્સ જામગરી બંધુક સાથે ઝડપાયો
SHARE









માળીયા (મી)ના નવી નવલખીનો શખ્સ જામગરી બંધુક સાથે ઝડપાયો
માળીયા તાલુકાના નવી નવલખી ગામના ઝાપાથી બોડકી જવાના રસ્તા ઉપરથી પસાર થતાં શખ્સને રોકીને પોલીસે કરતા તેની પાસેથી દેશી બનાવટની જામગરી એક બંદુક મળી આવી હતી જેથી કરીને પોલીસે ત્રણ હજાર રૂપિયાની કિંમતની બંદૂક સાથે એક શખ્સની ધરપકડ કરીને તેની સામે આર્મ્સ એક્ટ મુજબ માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા તાલુકાના નવી નવલખી ગામના જાપાથી બોડકી ગામ તરફ જવાના રસ્તા ઉપર એસઓજીની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલ શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દેશી બનાવટના એક જામગરી બંદુક મળી આવી હતી જેથી પોલીસે ત્રણ હજાર રૂપિયાની કિંમતની બંદૂકને કબજે કરી હતી અને કાદરભાઈ મામદભાઇ ઉર્ફે અબ્દુલભાઈ જામ જાતે મિયાણા (ઉમર ૨૫) રહે. નવી નવલખી ગામ વાળાની ધરપકડ કરી તેની પાસેથી મળી આવેલ બંદુક તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે
