મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ મોરબી જિલ્લામાં પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરાઇ મોરબીમાં મહોરમને લઈને એસપી રાહુલ ત્રિપાઠીની મુસ્લિમ સમાજના ધર્મગુરુ-આગેવાનો સાથે બેઠક યોજાઇ મોરબી રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીએ ચારધામની યાત્રા પૂર્ણ કરી મોરબીના રવાપર ગામ પાસેથી ગુમ થયેલ બાળક કાલાવડથી મળ્યો મોરબીમાં ઉબડ ખાબડ રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ: લોકોને ડાન્સિંગ કારમાં જતા હોવાનો અહેસાસ સાથે આર્થિક-શારીરિક નુકશાન બોનસમાં !! મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

હળવદમાં ખજુરભાઇની ગરજ સારતુ ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ : જરૂરીયાતમંદ પરિવારને સધીયારો આપ્યો


SHARE

















હળવદમાં ખજુરભાઇની ગરજ સારતુ ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ : જરૂરીયાતમંદ પરિવારને સધીયારો આપ્યો

ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ કેજે છેલ્લા છ વર્ષથી હળવદમાં સેવાની અલગ અલગ પ્રવૃત્તિઓ કરીને લોકો માટે એક અગ્રીમ સામાજિક સંસ્થા બની ચૂકી છે. ત્યારે હળવદમાં આવેલ ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેતા એક જરૂરીયાતમંદ પરિવારનું મકાન છત વગરનું હોય અને આગામી દિવસોમાં વરસાદ આવવાનો હોય તે પરીવારના જર્જરીત હાલતમાં રહેલા મકાનનું રીનોવેશ હાથ ધરવામા આવ્યુ હતુ.તે પરીવારનું મકાન પડી જાય તે હાલતમાં હતુ.ચોમાસા દરમ્યાન મકાનની અંદર પાણી પડતાં મકાનમાં રહેવું પણ મુશ્કેલ બની જતું હતુ. ત્યારે એક વ્યક્તિએ ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપનો સંપર્ક કરીને આ પરિવારને મદદ કરવાનું જણાવ્યું હતુ ત્યારે તાત્કાલિક ચોમાસુ નજીક હોવાથી સ્થળ પર જઈને તપાસ કરીને ગૃપે દાતાઓનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ અનેક દાતાઓએ પોતાની બનતી તમામ મદદ કરવા જણાવ્યું અને ગ્રુપ દ્વારા જરૂરી તમામ સામગ્રી એકઠી કરી ગ્રુપના સભ્યો તેમજ મજૂરો દ્વારા માત્ર ચાર દિવસમાં તે પરીવારના મકાનનું રીનોવેશ ન કામને પૂર્ણ કરી પરિવારને જરૂરિયાત પ્રમાણે મકાન ઊભું કરવામાં સહયોગી બન્યુ હતુ. મકાન જોતાની સાથે જ પરિવારમાં રહેલ ત્રણ બાળકો અને નાની દીકરી કેજે અંદાજિત સાત વર્ષની ઉંમરની છે તેની આંખમાંથી.હર્ષના આંસુ નીકળી ગયા હતા અને પરિવાર ખૂબ જ ખુશખુશાલ થઇ ગયો હતો તેમજ આગામી સમયમાં જ્યાં સુધી પરીવાર પગભર ન થાય ત્યાં સુધી રાત્રીના ભોજનની વ્યવસ્થા પણ આ ગ્રુપ દ્વારા ઉઠાવવામાં આવી હતી. જે રીતે વાવાઝોડા બાદ રાજુલા સહીતના અનેક વિસ્તારોમાં લોકોના મકાનો ધરાશાયી થવાથી જાણીતા યુટુબર નિશાંત જાની (ખજૂરભાઇ) દ્વારાજે રીતે જરૂરીયાતમંદ પરીવારોમા ઘર સુધી જઇને સ્થળ તપાસ કરીને જે રીતે મદદરૂપ બનવામાં આવે છે અને તેઓના આશીયાના (ઘર) બાંધી દેવાની જે સેવા કરવામાં આવી રહી છે તેવા પ્રકારની પ્રવૃત્તિ હળવદના આ ફ્રેન્ડ યુવા સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવતા તેઓની હળવદ પંથકમાં ચોમેર પ્રશંસા થઈ રહી છે.




Latest News