મોરબીની પીપળીયા ચોકડી પાસેથી પિસ્તોલ સાથે પકડાયેલા આરોપીને હથિયાર આપનારની ધરપકડ
મોરબીના સામાકાંઠે નિર્મલજયોત પેટ્રોલ પંપ પાસે અજાણ્યા વાહનના ચાલકે બાઇકને હડફેટે લેતાં યુવાનનું મોત
SHARE









મોરબીના સામાકાંઠે નિર્મલજયોત પેટ્રોલ પંપ પાસે અજાણ્યા વાહનના ચાલકે બાઇકને હડફેટે લેતાં યુવાનનું મોત
મોરબી વાંકાનેર હાઇવે ઉપર સામાકાંઠા વિસ્તારમાં કુબેર ટોકીઝ સામેના ભાગમાં આવેલ પેટ્રોલ પંપ પાસેથી બાઇક લઇને પસાર થતા યુવાનના બાઇકને અજાણ્યા વાહનચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને બાઇક સવાર યુવાનને ઇજાઓ થઇ હોવાથી તેનું મોત નીપજયું હતું.જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી-વાંકાનેર હાઇવે ઉપર સામાકાંઠા વિસ્તારમાં આવેલ નિર્મલજયોત પેટ્રોલ પંપ પાસેથી આજે વહેલી સવારે બાઇક લઇને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેના બાઈકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ અકસ્માતના બનાવમાં બાઈક ઉપર જઇ રહેલા યુવાનને ગંભીર ઇજા થતા તેનુ ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું.જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનનું નામ વિરેન્દ્રસિંગ બ્રિજભાણસિંગ (ઉંમર 28) હોવાનું સામે આવ્યું હતુ.જેથી કરીને પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરીને અકસ્માત સર્જી નાસી છૂટેલા વાહનચાલકને શોધવા માટે અને અકસ્માતના આ બનાવની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરી છે.વધુમાં અકસ્માતના બનાવ સંદર્ભે તપાસ અધિકારી પ્રફુલભાઈ પરમાર સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે મૃતક વિરેન્દ્રસિંગ મૂળ ઉત્તરપ્રદેશના જાલૌન જીલ્લાના કઠનોદ ગામના વતની હતો અને હાલ મોરબીના સામાકાંઠા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં તેના વતનના ત્રણ-ચાર મિત્રો સાથે મકાન ભાડે રાખીને રહેતો હતો તેમજ સિરામિકમાં નોકરી કરતો હતો.તેના બહેન-બનેવી પણ અહીં મોરબી રહે છે.અકસ્માત બાદ જો કે તેની ઓળખ થઇ ન હતી પરંતુ તેનો મોબાઈલ હોય અને તેમાં લોક મારેલ હોય તેને લઈને ડેડબોડીને પીએમ માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતા તે દરમિયાન મૃતકના બનેવીનો તેના ફોનમાં ફોન આવ્યો હતો.ત્યારે પોલીસે તેમની સાથે વાત કરી હતી અને તે દરમ્યાન મૃતકની ઓળખ થઈ શકી હતી.બનાવ રાત્રી દરમિયાન બન્યો છે કે વહેલી સવારે તે હાલ જાણવા મળેલ નથી.મૃતક બાઈક લઈને જતો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહનના ચાલકે ઠોકર મારતા તેનું વાહન અકસ્માતમાં મોત નિપજયુ હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળેલ છે.
અકસ્માતમાં ઇજા
મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ માળીયા વનાળીયા સોસાયટી પાસે લાયન્સનગરમાં રહેતા રાજેશભાઈ નારણભાઈ પરમાર (ઉંમર 33) બાઇક લઇને મોરબીના એલ.ઇ. કોલેજ પાસેથી જુની મયુર ડિસ્પેન્સરી તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતા હતા ત્યારે વાહન અકસ્માતના બનાવમાં તેને ઈજા થઈ હોવાથી રાજેશભાઈને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
ફિનાઇલ પીધુ
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ પાસે રહેતા મનીષભાઈ કાંતિભાઈ વાઘેલા (ઉંમર ૨૮) એ પોતાના ઘરે કોઈ કારણોસર ફિનાઇલ પી લીધું હતું જેથી કરીને યુવાનને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી
મારામારીમાં ઇજા
મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ કાલીકા પ્લોટ વિસ્તારમાં ઘરે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં આરતીબેન ભરતભાઈ સોલંકી (ઉમર ૨૫) નામની મહિલાને ઇજા થઇ હોવાથી તેણીને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
