વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીની સર્વોદય એજયુકેશન સોસાયટી સંચાલિત ત્રણ કોલેજમાં યોગદિવસની ઉજવણી-બ્લડ ડોનેશન કેમ્ય યોજાયો


SHARE

















મોરબીની સર્વોદય એજયુકેશન સોસાયટી સંચાલિત ત્રણ કોલેજમાં યોગદિવસની ઉજવણી-બ્લડ ડોનેશન કેમ્ય યોજાયો

મોરબીની સર્વોદય એજયુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ, શ્રી એમ. એમ. સાયન્સ કોલેજ તથા શ્રીમતી જી. જે. શેઠ કોમર્સ કોલેજના પ્રાંગણમાં સંયુક્તરૂપે યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના આ કાર્યક્રમમાં સર્વોદય એજયુકેશન સોસાયટીના માનાર્હ મંત્રી રજનીભાઇ મહેતા, ટ્રસ્ટી દેવાંગભાઈ દોશી તથા અતિથિ વિશેષ સ્થાને મોરબી સિવિલ હોસ્પિટલના ડો.સોમ્યા મિશ્રા ઉપસ્થિત રહેલ.કાર્યક્રમમાં પ્રો. કે. આર. દંગી, પ્રો.એચ. સી. માંડવિયા, અધ્યાપક ગણ, બિનશૈક્ષણિક કર્મચારી ગણ, એન. સી. સી. કેડેટ, એન. એસ .એસ. સ્વયં સેવકો તથા ત્રણેય કોલેજના વિદ્યાર્થીઓ સામેલ રહ્યા હતા.

કાર્યક્રમના પ્રથમ ચરણમાં સરળ સ્વરૂપના પરંતુ ઉપયોગી એવા વિવિધ આસનો અને વિવિધ કસરત દ્વારા યોગ કરવામાં આવેલ.અંજલી હળવદિયા, જયદીપ ડાંગર તથા વિશાલ જાદવ દ્વારા યોગનું આ સેશન ચલાવવામાં આવેલ. ઉપસ્થિત મહાનુભાવોએ યોગના મહત્વ અંગે પ્રસંગોચિત ઉદ્બોધન કરેલ. કાર્યક્રમનું સમગ્ર આયોજન કૅપ્ટન ડૉ..બી.એમ.શર્માના નેતૃત્વ હેઠળ એનસીસી યુનિટ દ્વારા કરવામાં આવેલ. જેમાં એનએસએસ વિભાગ સામેલ થયેલ. કાર્યક્રમનું સંચાલન એનએસએસ યુનિટના પ્રોગ્રામ ઓફિસર ડો.રામ વારોતરીયા દ્વારા કરવામાં આવે છે. આભાર વિધિ પ્રો. માંડવીયા દ્વારા કરવામાં આવેલ.

બીજા ચરણમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેમાં "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર, મોરબીના ઇન્ચાર્જ દીપેન ભટ્ટ, મોરબી સિવિલ હોસ્પિટલ સ્ટાફ, આર્મી ઈમરજન્સી બ્લડ ગૃપના જગદીશ વણોલ, સુખવિન્દર અને તેમની ટીમે સુચારુ વ્યવસ્થા ગોઠવેલ. સૌ પ્રથમ ડૉ.શર્મા, ડૉ.વારોતરીયા તથા દીપેન ભટ્ટ દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવેલ.ત્યાર બાદ એનસીસી કેડેટસ, એનએસએસના.સ્વયંસેવકો, સ્ટાફ તથા વિદ્યાર્થીઓ દ્વારા બ્લડ ડોનેટ કરી કુલ ૨૭ બોટલ બ્લડનું દાન કરવામાં આવ્યુ હતુ.




Latest News