મોરબીમાં રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા મોરબીમાં ઉબડ ખાબડ રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ: લોકોને ડાન્સિંગ કારમાં જતા હોવાનો અહેસાસ સાથે આર્થિક-શારીરિક નુકશાન બોનસમાં !! મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત વાંકાનેરના લાકડધાર ગામ પાસે દારૂની બે રેડ: 54 બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરના વઘાસીયા ગામે રસ્તે ચાલવા બાબતે ઇકો અને ટ્રકને રોકીને યુવાન ઉપર છરી વડે હુમલો, અન્ય બે વ્યક્તિને પણ માર્યો


SHARE

















વાંકાનેરના વઘાસીયા ગામે રસ્તે ચાલવા બાબતે ઇકો અને ટ્રકને રોકીને યુવાન ઉપર છરી વડે હુમલો, અન્ય બે વ્યક્તિને પણ માર્યો

વાંકાનેરના વઘાસીયા ગામના તળાવ પાસેથી ટ્રક અને ઇકો લઈને પસાર થતા પંચાસર ગામના લોકોને રોકીને આ રસ્તા ઉપરથી તમારે ટ્રક લઇને ચાલવું નહીં તેવું કહીને યુવન ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો તેમજ અન્ય ત્રણ શખ્સો દ્વારા ધોકા વડે બે વ્યક્તિઓને મારવા આવ્યો હતો જેથી કરીને ભોગ બનેલા વ્યક્તિઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના પંચાસર ગામે રહેતા જયેશભાઈ ડાયાભાઈ લામકા જાતે ભરવાડ (ઉંમર વર્ષ 26)એ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે અક્ષયસિંહ ઝાલા અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તા. 17 ના રોજ વઘાસીયા ગામે તળાવ પાસેથી તેઓ પોતાનો ટ્રક નંબર જીજે 27 એકસ 5397 તેમજ ઇકો કાર નંબર જીજે 36 આર 7341 લઇને પસાર થઇ રહ્યા હતા ત્યારે આ બંને વાહનો રોકીને તમારે ટેરક લઇને અહીંથી નીકળવાનું નહીં કહીને જયેશભાઈ લામકાને અક્ષયસિંહ ઝાલા અને તેની સાથે આવેલા અજાણ્યા શખસોએ ગાળો આપી હતી અને ત્યારબાદ જયેશભાઈ લામકાને અક્ષયસિંહએ પગના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો અને તેની સાથે આવેલા અન્ય શખ્સોએ ધોકા વડે જગદીશભાઈ અને ભાવેશભાઈ ને માર માર્યો હતો જેથી કરીને ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર માટે ખસેડાયા હતા અને સારવાર લીધા બાદ જયેશભાઈ લામકાએ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે અક્ષયસિંહ ઝાલા સહિત ચાર શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બાઇક સ્લીપ

મોરબીના વૃંદાવન પાર્ક માં સંસ્કૃતિ એપાર્ટમેન્ટમાં રહેતા જીતેન્દ્રભાઈ મનસુખભાઈ જાકાસણીયા (ઉંમર 34) પોતાના ઘરેથી કારખાના તરફ જતા હતા ત્યારે રસ્તામાં બાઇક થઈ ગયુ હતુ જેથી કરીને જીતેન્દ્રભાઈને ઇજાઓ થઇ હોવાથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા અને અકસ્માતના બનાવની પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

ત્રણ બોટલ દારૂ

મોરબીના નીચી માંડલ ગામથી રાતાભેર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતાં શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની ત્રણ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે નવ સો રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને પ્રવીણ વાલજીભાઈ સોલંકી (ઉંમર 29) રહે. રાતાભેર તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી હતી

મારામારીમાં ઇજા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ ની સામેના ભાગમાં આવેલ બોધ્ધનગરમાં રહેતા નિલેશભાઈ જયેશભાઈ મકવાણા (ઉંમર 22)ને નરેશ મકવાણા સાથે થયેલ મારામારીમાં ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને મારામારીના બનાવોની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News