મોરબી જિલ્લામાં પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરાઇ મોરબીમાં મહોરમને લઈને એસપી રાહુલ ત્રિપાઠીની મુસ્લિમ સમાજના ધર્મગુરુ-આગેવાનો સાથે બેઠક યોજાઇ મોરબી રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીએ ચારધામની યાત્રા પૂર્ણ કરી મોરબીના રવાપર ગામ પાસેથી ગુમ થયેલ બાળક કાલાવડથી મળ્યો મોરબીમાં રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા મોરબીમાં ઉબડ ખાબડ રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ: લોકોને ડાન્સિંગ કારમાં જતા હોવાનો અહેસાસ સાથે આર્થિક-શારીરિક નુકશાન બોનસમાં !! મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

ગૃહમંત્રી મંત્રીને ખોટા પાડતા લૂંટારુઓ !: મોરબીના ઉંચી માંડલ પાસે બંદુકની અણીએ લૂંટ


SHARE

















ગૃહમંત્રી મંત્રીને ખોટા પાડતા લૂંટારુઓ  !: મોરબીના ઉંચી માંડલ પાસે બંદુકની અણીએ લૂંટ

મોરબી જીલ્લામાં ચોરી, ચોરીનો પ્રયાસ સહિતના બનાવો છેલ્લા દિવસો ચિંતાજનક રીતે વધારો થયો છે તેવામાં ઉંચી માંડલ પાસે આવેલ મોબાઈલ શોપમાં આવેલા બે હિન્દીભાષી શખ્સો દ્વારા દુકાનદારને બંદૂક બતાવીને તેની પાસેથી ૨૫૦૦૦ ની લૂંટ કરવામાં આવી છે જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોચી છે અને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી જીલ્લામાં રાતના સમયે ચોરીની અનેક ઘટનાઓ બનેલ છે તેવામાં દિન દિવસે સાડા ચાર વાગ્યાના અરસામાં મોરબીના ઉંચી માંડલથી તળાવીયા શનાળા જવાના રસ્તા ઉપર સિટી પલ્સ મોબાઈલ નામની દુકાનમા બે શખ્સો મોબાઈલમાં ગ્લાસ નાખવા માટે આવ્યા હતા અને દુકાનદારે ગ્લાસ નાખી આપ્યો હતો ત્યાર બાદ દુકાનનો કાચનો દરવાજા બંધ કરીને બંદૂક બતાવીને જીતના પૈસા હો ઉતના નિકાલો કહ્યું હતું અને દુકાનદાર મોન્ટુભાઈ ચુનિભાઈ કાલરીયા પાસેથી ૨૫૦૦૦ લૂંટની બંને શખ્સો નાસી ગયા છે ત્યારે નાણાં લઈને લૂંટારુઓ નાસી જતાં હતા ત્યારે દુકાનદારે પથ્થરના ઘા કરતા લૂંટારુઓએ રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે અત્રે ઉલેખનીય છે કે, આ ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં  કેદ થઈ ગઈ છે જેથી કરીને તેના આધારે પોલીસે આરોપી સુધી પહોચવા માટે તજવીજ શરૂ કરેલ છે :ઉલેખનીય છે કે ચાર દિવસ પહેલા જ ગૃહમંત્રી હર્ષ સંઘવી મોરબી જીલ્લામાં આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, ક્રાઇમ રેડ ઘટ્યો છે જો કે, ધોળા દિવસે બંદૂકની અણીએ લૂંટ કરીને ગૃહમંત્રીને પણ લુટારુઓએ ખોટા પડ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે 



Latest News