મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ મોરબી જિલ્લામાં પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરાઇ મોરબીમાં મહોરમને લઈને એસપી રાહુલ ત્રિપાઠીની મુસ્લિમ સમાજના ધર્મગુરુ-આગેવાનો સાથે બેઠક યોજાઇ મોરબી રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીએ ચારધામની યાત્રા પૂર્ણ કરી મોરબીના રવાપર ગામ પાસેથી ગુમ થયેલ બાળક કાલાવડથી મળ્યો મોરબીમાં ઉબડ ખાબડ રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ: લોકોને ડાન્સિંગ કારમાં જતા હોવાનો અહેસાસ સાથે આર્થિક-શારીરિક નુકશાન બોનસમાં !! મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

સિરામિક ઉદ્યોગકારો સાવધાન: મોરબીની લૂંટમાં પકડાયેલ આરોપીઓનો ચોંકાવનારો ખૂલશો


SHARE

















સિરામિક ઉદ્યોગકારો સાવધાન: મોરબીની લૂંટમાં પકડાયેલ આરોપીઓનો ચોંકાવનારો ખૂલશો

મોરબીના ઉંચી માંડલ પાસે આવેલ મોબાઈલ શોપમાં બે હિન્દીભાષી શખ્સો દ્વારા દુકાનદારને બંદૂક બતાવીને લૂંટ કરવામાં આવી હતી અને લૂંટારુઑ અંદાજે ૨૫૦૦૦ ની લૂંટ કરીને ભાગી રહ્યા હતા ત્યારે દુકાનદારે હિંમત કરીને તેનો પીછો કર્યો હતો અને પથ્થરનો ઘા કર્યો હતો જેથી કરીને લૂંટારુએ તેની પાસે રહેલી પિસ્ટોલમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને દુકાનદારે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે બે આરોપીની ધરપકડ કરેલ છે અને ત્રીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

મોરબી તાલુકાનાં ચકમપર ગામે રહેતા મોન્ટુભાઈ ચુનિભાઈ કાલરીયાની ઊંચી માંડલ ગામ પાસે સિટી પલ્સ મોબાઈલ નામની દુકાન આવેલ છે જેમાં બે બુકાનીધારી શખ્સ આવ્યા હતા અને તે પૈકીનાં એક શખ્સે બંદૂક બતાવી હતી અને દુકાનદાર પાસેથી રોકડા રૂપિયાની લૂંટ કરી હતી જેથી કરીને દુકાનદારે તેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે લૂંટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે અરૂણ ચંદ્રકાંતજી ચંદેલ જાતે ખાટકી (૨૩) અને પ્રકાશ દલચંદ ભીલ (૧૮) રહે. બંને જાવદ, ખાટકી મહોલ્લા જિલ્લો નીમચ (એમપી) વાળાની ધરપકડ કરેલ છે અને આ ગુનામાં આરોપીની સાથે સંડોવાયેલા મનીષ નામના શખ્સને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કરેલ છે.

લૂંટની ઘટના જે દુકાનમાં બની હતી તે દુકાનમાં સીસીટીવી કેમેરા હોવાથી સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેથી કરીને પોલીસે આરોપી સુધી પહોચવા માટે તજવીજ શરૂ કરેલ છે અને જે બે શખ્સ દ્વારા લૂંટ કરવામાં આવી હતી તે દુકાનની બાજુમાં જ આવેલ જાળીમાં છુપાયા હોવાની માહિતી પોલીસને મળી હતી જેથી કરીને પોલીસે તે વિસ્તારને કોડન કર્યો હતો અને ત્રણ પૈકીના બે આરોપીને પકડી લેવામાં આવેલ છે અને તેની પાસેથી પોલીસે ૧૦૦૦૦ રૂપિયા અને ચોરાઉ બાઇક કે જેનો લૂંટની ઘટનાને અંજામ આપવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો તેને પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે અને જે આરોપીને પોલીસે પકડ્યા છે તેની સામે એમપીમાં આર્મ્સ એક્ટ અને લૂંટના ગુના નોંધાયેલ છે તેવું પોલીસે જણાવ્યુ છે.

મોરબી જીલ્લામાં રાતના સમયે ચોરીની અનેક ઘટનાઓ બનેલ છે તેવામાં દિન દિવસે સાડા ચાર વાગ્યાના અરસામાં ઉંચી માંડલથી તળાવીયા શનાળા જવાના રસ્તા ઉપર સિટી પલ્સ મોબાઈલ નામની દુકાનમા બે બુકાનીધારી શખ્સોએ દુકાનદારને બંદૂક બતાવીને લૂંટ કરી હતી જેથી દુકાનદારે નોંધાવેલ ફરિયાદ આધારે હાલમાં બે આરોપી પકડાઈ ગયેલ છે જો કે, ભવિષ્યમાં આવા બનાવ ન બને તેના માટે પોલીસ દ્વારા ઘટતી કાર્યવાહી કરવામાં આવે તે અનિવાર્ય છે.

અત્રે ઉલેખનીય છે કે, જે બે આરોપીને પકડવામાં આવેલ છે તે પૈકીનો અરૂણ અગાઉ મોરબી સિરામિકમાં નોકરી કરતો હતો જેથી તે અહીના રસ્તાનો જાણકાર હતો અને જે દુકાનમાં લૂંટ કરવામાં આવી હતી ત્યાં મની ટ્રાન્સફર કરવાની કામગીરી કરવામાં આવે છે માટે ત્યાં રૂપિયા હશે તેવો આરોપીઓને અંદાજ હતો માટે આ દુકાનને નિશાન બનાવી હતી અને લૂંટ કરવા માટે જ આ શખ્સો એમપીથી હથિયાર સાથે આવ્યા હતા અને અહી આવીને તે પહેલા બાઈકની ચોરી કરી હતી અને ચોરાઉ બાઇક લઈને તે લૂંટ કરવા માટે ગયા હતા.




Latest News