મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ મોરબી જિલ્લામાં પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરાઇ મોરબીમાં મહોરમને લઈને એસપી રાહુલ ત્રિપાઠીની મુસ્લિમ સમાજના ધર્મગુરુ-આગેવાનો સાથે બેઠક યોજાઇ મોરબી રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીએ ચારધામની યાત્રા પૂર્ણ કરી મોરબીના રવાપર ગામ પાસેથી ગુમ થયેલ બાળક કાલાવડથી મળ્યો
Breaking news
Morbi Today

મોરબીના ડીડીઓની હાજરીમાં ચાર શાળાઓમા પ્રવેશોત્સવ ઉજવાયો


SHARE

















મોરબીના ડીડીઓની હાજરીમાં ચાર શાળાઓમા પ્રવેશોત્સવ ઉજવાયો

મોરબી જિલ્લાના ભક્તિનગર, રોટરીગ્રામ(અ.), અમરનગર તેમજ ભરતનગર ખાતે ડીડીઓ પરાગ ભગદેવની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે બાળકો શાળાઓમાં પ્રવેશ મેળવી સુશિક્ષિત નાગરિક બને તે હેતુથી દર વર્ષે શાળા પ્રેવેશોત્સવનું આયોજન કરવામાં આવે છે તેવું અધિકારીએ જણાવ્યુ હતું

મોરબી ભક્તિનગર, રોટરીનગર(અ.) અમરનગર તેમજ ભરતનગરની પ્રાથમિક શાળા તેમજ આંગણવાડીના પ્રાંગણમાં ભૂલકાઓએ પા પા પગલી માંડી હતી. બાળકોની કાલીઘેલી ભાષાથી શાળાનું વાતાવરણ ગુંજી ઉઠયું હતું. આ ઉપરાંત એસ.એમ.સીની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવે શાળાના શિક્ષકોને તેમજ વાલીઓને બાળકોને મુક્ત વાતાવરણ મળી રહે તેનું ખાસ ધ્યાન રાખવા સૂચન કર્યું હતું ત્યારે ભૂલકાઓને પાટી-પેન, પુસ્તક, રંગો, બેગ, વોટરબેગ વગેરે આપીને મહાનુભાવોએ વધાવી લીધા હતા અને શાળાઓમાં કાર્યક્રમનું સંચાલન પણ શાળાના બાળકોએ તેમની કાલીઘેલી ભાષામાં કરી સૌને આનંદીત કર્યા હતા. આ તકે મોરબી ટીડીઓ દીપાબેન કોટક, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા, સીઆરસી સંદીપભાઈ આદ્રોજા, સરપંચ મહેન્દ્રભાઈ આદ્રોજા, રવિભાઈ છત્રોલા, પ્રભાબેન પટેલ અને તમામ પ્રાથમિક શાળાના આચાર્ય અશ્વીનભાઇ કલોલા, મણીલાલ સરડવા, પ્રફુલભાઈ લોરીયા, રજનીશભાઈ દલસાણીયા તેમજ શાળાના શિક્ષકો, આંગણવાડી વર્કર, વાલીઓ તેમજ શાળાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.

મોરબીના હજનાળી પ્રાથમિક શાળા, બીલીયા પ્રાથમિક શાળા, બગથળા કુમાર-કન્યા પ્રાથમિક શાળા તેમજ કાંતિપુર શાળામાં પંચાયત, ગામગૃહ, નિર્માણ અને ગ્રામ વિકાસ અધિકારી એમ.યુ.મોદન તથા મોરબી રેન્જ ફોરેસ્ટ અધિકારી સંજયભાઈ ભરવાડની ઉપસ્થિતિમાં પ્રવેશપાત્ર બાળકોને પ્રવેશ આપી શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો. અને માળીયા તાલુકાના વર્ષામેડી, વવાણીયા તેમજ મોટા દહિંસરામાં ગાંધીનગર થી આવેલા મહિલા અને બાળ વિભાગના વર્ગ-૧ અધિકારી જે.આઈ. લેઉવાની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરી પ્રવેશપાત્ર ભૂલકાઓનું નામાંકન કરવામાં આવ્યું હતું. ત્યારે ટીડીઓ આર.કે. કોંઢિયા, બી.આર.સી. નરેન્દ્રભાઈ નિરંજની, બાબુભાઈ હુંબલ, વર્ષામેડી, વવાણીયા તેમજ મોટા દહિંસરાના સરપંચઓ શાળાના આચાર્યઓ, શિક્ષકો, વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News