મોરબીમાં પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ દિન નિમિતે અવેરનેશના કાર્યક્રમો યોજાયા
મોરબીની જુદીજુદી શાળાઓના માજી ધારાસભ્યએ બાળકોને અપાવ્યો પ્રવેશ
SHARE









મોરબીની જુદીજુદી શાળાઓના માજી ધારાસભ્યએ બાળકોને અપાવ્યો પ્રવેશ
ગુજરાતમાં શાળા પ્રવેશને ઉત્સાહની જેમ ઉજવવા માટે વર્તમાન પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરેલ હતું અને આ કાર્યક્રમ શરૂ થયો ત્યારથી જ કાંતિભાઇ અમૃતિયા શાળા પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહે છે અને કાંતિભાઇ અમૃતિયાએ નિખાલસતાથી કબૂલ કરે છે કે, જે તે સમયે તેઓ શિક્ષણ મેળવી શક્યા નથી પણ હાલના સમયમાં કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત રહેવું જોઈએ નહીં. દરેક જગ્યાએ તેઓ ખાસ જણાવે છે કે બાળકોમાં અત્યારથી જ ઉચ્ચ શિક્ષણ મેળવવાના સપનાનું વાવેતર કરવું જોઈએ. બાળકોને યુપીએસસી અને જીપીએસસીની તૈયારીઓ માટેનું વાતાવરણ નાનપણથી જ ઉભું થવું જોઈએ અને ધારાસભ્ય તરીકે મળતી ગ્રાન્ટ પૈકી તેઓએ શાળાના ઓરડાઓમાં પુસ્તકો, ફર્નિચર તેમજ શાળાના પટાંગણમાં સિમેન્ટ બેન્ચીસ માટે તથા પુસ્તકાલયો માટે ફાળવી છે આ વર્ષે તેઓએ શાળા પ્રવેશઉત્સવના કાર્યક્રમમાં ભળિયાદ પ્રાથમિક શાળા, પોટરી પ્રાથમિક શાળા, સરસ્વતી પ્રાથમિક શાળા, તાલુકા શાળા નંબર(૧-૨), લખધીરવાસ પ્રાથમિક શાળા, ગિબ્સન મિડલ સ્કૂલ, શાંતિવન પ્રાથમિક શાળા, ધરમપુર, ટીમડી, બેલા, ગાળા, નવા સાદુરકા, લક્ષ્મીનગર સહિતના ગામોની શાળામાં હાજરી આપી હતી અને તેને બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો
