મૂકો લાપસીના આંધણ: મોરબીની સિરામિક ટાઇલ્સ ઉપર યુએઇમા લાગેલ એન્ટીડંમ્પીંગ ડ્યુટી નાબુદ
મોરબીમાં પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ દિન નિમિતે અવેરનેશના કાર્યક્રમો યોજાયા
SHARE









મોરબીમાં પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ દિન નિમિતે અવેરનેશના કાર્યક્રમો યોજાયા
૨૬ જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ દિન નિમિતે મોરબી જીલ્લાના પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પીઆઇ જે.એમ.આલ તથા ટીમ દ્વારા જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે નાર્કોટીકસ ડ્રગ્સને લગતા પ્રેઝન્ટેશન બનાવી જીલ્લામાં આવેલ જુદી જુદી સ્કુલો અને કોલેજોમાં વિધાર્થીઓમાં ડ્રગ્સનુ સેવન ન કરવા તેમજ ડ્રગ્સના સેવનથી દૂર રહેવા અને નશાથી થતી આડ અસરો વિષેની માહિતી આપવામાં આવી હતી તેમજ નવલખી પોર્ટ વિસ્તારમાં ફીશરમેન સાથે મીટીંગ કરી તેઓને પણ દરિયાઇ રસ્તે આવતી જતી બોટો મારફતે ડ્રગ્સની ઘુસણખોરી કેવી રીતે થાય છે અને તેને અટકાવવા તેમજ ફીશરમેનોને આવી પ્રવુતીથી સજાગ રહેવા જાગૃત કરવામાં અવાયા હતા અને સોશ્યલ મીડિયાના માધ્યમ દ્વારા મોરબી જીલ્લાને વ્યસન મુક્ત બનાવવા માટે અભિયાન ચલાવવામાં આવેલ છે તેમજ ટ્રાન્સપોટેશનના સંચાલકો તથા ટ્રકોના ડ્રાઇવરોને હોટલ ધાબાઉપર જઇને નાર્કોટીક્સની પ્રવૃતિથી દુર રહેવા સમજાવવામાં આવ્યા હતા અને આવી પ્રવૃતીની માહીતી મળ્યે કંટ્રોલના મો.નં. ૭૪૩૩૯૭૫૯૪૩ પર જાણ કરવા જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાના લોકોને અપીલ કરવામાં આવી છે
