વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

પં પુ.શ્રી વજ્રસેનવિજયજી મા.સા.ની પ્રથમ સ્વર્ગારોહણ તિથિએ અનુકંપા દિવસની ઉજવણી કરવામાં આવી


SHARE

















પં પુ.શ્રી વજ્રસેનવિજયજી મા.સા.ની પ્રથમ સ્વર્ગારોહણ તિથિએ અનુકંપા દિવસની ઉજવણી કરવામાં આવી

દેશ દેશાંતરમાં વસતા શ્રાવકોએ ગુરૂદેવના દિવ્ય આશિષ પામવાનો અનેરો અવસર ઝડપી લીધો

પરમ ઉપકારી જૈનાચાર્ય ગુરૂભગવંત પરમ પૂજય પંન્યાસપ્રવર શ્રી વજ્રસેનવિજયજી મહારાજ સાહેબની પ્રથમ સ્વર્ગારોહણ તિથિ પરમપૂજય આચાર્ય શ્રી મનમોહનસૂરિજી મહારાજ પરમપૂજય આચાર્ય શ્રી હેમપ્રભસૂરિજી મહારાજની પ્રેરણા અને આશિર્વાદ સાથે  અનુકંપા કાર્ય થકી ખરી ગુરૂભક્તિ અને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. સાથે સાથે તમામ ભાવિકોએ ગુરૂદેવના દિવ્ય આશિષ પામવાનો અનેરો અવસર પામી લિધો હતો.

હાલાર શિરોમણી, પરમઉપકારી, શાસનરત્ન, શ્રીછત્ર સમા, વડલા જેવા વિશાળ હ્રદયી, સર્વ જીવ હિતચિંતક, સમાનતાના પરમ સાધક, ક્રુતગ્જ્ઞતા પરોપકારના ભંડાર, સયંમીના સમાધી દાતા, સર્વેગચ્છ સમુદાય માટે આત્મીય અને મૈત્રી ભાવવાળા,  ગુરુદેવશ્રી આધ્યાત્મિકયોગી પં. પુ.ભદ્રકંર વિજયજીના ચિંતન કથનને જીવનારા પ્રાતઃસ્મરણીય  પંન્યાસ પ્રવર વજ્રસેનવિજયજી મહારાજાની પ્રથમ વાર્ષિક સ્વર્ગારોહણ તિથી નિમિત્તે શાસન પ્રભાવનાનાં સુકૃત્યોની જે પરંપરા નો માર્ગ કંડારી ગયા છે તે માર્ગે  પરમ ઉપકારી ગુરૂદેવશ્રી આચાર્ય    મનમોહન સૂરિશ્વરજી મા.સા તથા ગુરૂદેવશ્રી આચાર્ય હેમપ્રભસુરિશ્વરજી મા.સાની કરુણાભીની આંખલડી અંતરના અમીથી જેઠ વદ અગિયારસ ૨૪ જુનને શુક્રવારનાં દિવસે અનુકંપા દિવસ ઉજવવાની પ્રેરણા પામતા પુ. આચાર્ય ભગવંતના આશિર્વાદ અને પ્રેરણા થકી ચતુર્વિધી સંધો ગુજરાત અને દેશ દેશાંતરમાં વસતાં શ્રાવક-શ્રાવિકા ઉપરાંત અનેક તિર્થે ક્ષેત્રો ખાતે અનુકંપાના નામ તળે અનેકવિધ કાર્યક્રમો યોજાયા જેમા સાધાર્મીકોને રાશનકીટ,અભ્યાસુ છાત્રોને આર્થિક મદદ, પાંજરાપોળ, ગૌશાળાઓમા આશ્રીત  ગાય આદી અબોલજીવોને મિષ્ટાન્ન  સમો આહાર, તદઉપરાંત બાળકોને બટુક ભોજન તો ચતુર્વિધી સંધોના જૈન જૈનેતરો દ્વારા સમૂહ આરાધના નવકાર જાપ અને રાત્રે પોતપોતાના ઘરે નવકાર જાપનુ આયોજન કર્યું હતું.  

 ટંકાર ખાતે પણ અનુકંપા દિવસની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી

આચાર્યદેવે  ટંકારાને કાયમ હ્રદયમાં રાખ્યું છે ત્યારે ટંકારાપંથકમા વિહાર કરતા મા.સાની વૈયાવચ પ્રેમ માટે પ્રખ્યાત તથા જીવદયા જેમના લોહીમાં છે તેવા પ.પૂ. હીરાબેન વાડીલાલ મોહનલાલ ગાંધી પરિવારે  ટંકારા મુકામે અનુકંપા કાર્યોનાં લાભાર્થી બની ગુરૂદેવ પ્રત્યેની પોતાની ભક્તિ સભર લાગણી ને વ્યક્ત કરી  ગૂરૂદેવના“દિવ્યઆશિષ” પામવાનો અનેરો અવસર ઝડપી લીધો હતો. આ તકે લલિતભાઈ ગાંધી, હસમુખભાઈ જૈન, મીતેષભાઇ મહેતા, રમેશભાઈ ગાંધી, જુગલભાઈ ગાંધી, ધવલભાઈ ગાંધી સહિતના જૈન જૈનેતરોએ ભારે જહેમત ઉઠાવી હતી.




Latest News