વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

માળીયા મિંયાણાના રોહીશાળા ગામે પ્રા.શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઊજવણી કરાઈ


SHARE

















માળીયા મિંયાણાના રોહીશાળા ગામે પ્રા.શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઊજવણી કરાઈ


રોહીશાળા પ્રાથમીક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવમાં રોહીશાળા ગામના દાતા મોરબી માળીયા કોંગ્રેસ યુથ પ્રમુખ સંદીપભાઈ કાલરીયાને સાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા.બાળકોને કીટ આપી પ્રથમ દ્વિતિય ક્રમે આવનાર વિધાર્થીઓને પણ ઈનામ આપીને સન્માનિત કરાયા હતા.

માળીયા મિંયાણાના રોહીશાળા પ્રાથમીક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઊજવણી કરાઈ હતી.રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના દરેક બાળકોને સારૂ શિક્ષણ મળે બાળકો ભણતરમાં શ્રેષ્ટ દેખાવ કરે તેવા પ્રાથમીક લક્ષ્ય સાથે ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઊજવણીનુ આયોજન કરેલ છે.જેમા મોરબી જીલ્લાના માળીયા તાલુકાના રોહીશાળા ગામે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રક્રિયા માટેના ૧૭ માં શાળા પ્રવશોત્સવની ઊજવણી મુખ્ય મહેમાન એવા મોરબી જિલ્લા રજીસ્ટર સહકારી મંડળીના ડી.વી.ગઢવીની પ્રેરક ઉપસ્થિતિમાં સંદીપભાઈ કાલરીયાએ દિપ પ્રાગટય કરીને શરૂ કરાવી હતી. ત્યારબાદ પ્રાથમીક શાળાના ધોરણ ૧ માં પ્રવેશ કરનાર બાળકોને સ્કુલ બેગ સહીતની શૈક્ષણીક કીટનુ ઉપસ્થિત મહેમાનોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતુ તેમજ શાળાના પ્રથમ, દ્વિતિય અને તૃતિય નંબરે પાસ થયેલ વિધાર્થીઓને યોગ્ય પુરસ્કાર આપીને ઉપસ્થિત મહેમાનો શાળાના શિક્ષકો ગ્રામજનોએ શાળાના તમામ ઉત્સાહી વિધાર્થીઓને પ્રોત્સાહિત કરીને ઉત્સાહ વધાર્યો હતો.

તેમજ શાળામાં સારૂ યોગદાન આપનાર મુખ્ય દાતા સંદીપભાઈ કાનજીભાઈ કાલરીયાને ડી.વી.ગઢવીએ સાલ ઓઢાડી સન્માન કરીને આભાર વ્યક્ત કર્યો હતો.રોહીશાળા ગામે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની સાથે વૃક્ષારોપણ સહીતના કાર્યક્રમ યોજી શાનદાર ઊજવણી કરી હતી જેમા ખાસ ઉપસ્થિત રહેલા મોરબી જિલ્લા સહકારી મંડળીના રજીસ્ટર ડી.વી.ગઢવી મોરબી યુથ કોંગ્રેસ પ્રમુખ સંદીપભાઈ કાલરીયા, ખાખરેચી સીઆરસી જયેશ ગઢીયા, હસમુખ કૈલા પુર્વ ઉપપ્રમુખ માળીયા ભાજપ ભારદ્વાજ રંગપડીયા પુર્વ મહામંત્રી માળીયા ભાજપ રોહીશાળા ગામના ઉપસરપંચ કૈલાશભાઈ કાલરીયા, પ્રાગજીભાઈ કાલરીયા, પ્રભુભાઈ કાલરીયા, શાળાના આર્ચાય કનુભાઈ દઢાણીયા સહીત બહોળી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી કાર્યક્રમને સફળ બનાવવા મીલનભાઈ કાવર અને શિક્ષકગણે જહેમત ઉઠાવી હતી.




Latest News