મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા સ્વસ્થ સમાજના નિર્માણ માટે અપૂર્વમુનીસ્વામીનો સેમિનાર યોજાયો


SHARE









મોરબીમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા સ્વસ્થ સમાજના નિર્માણ માટે અપૂર્વમુનીસ્વામીનો સેમિનાર યોજાયો

બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા વિશ્વવંદનીય સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત મોરબીના તમામ ડોક્ટરોની MEDICO SPIRITUAL CONFERENCEનું આયોજન કરવામાં આવ્યું હતું. અને સ્વસ્થ સમાજના સર્જક એટલે ડોક્ટર. તેઓ પોતાના પ્રોફેશનને પરફેક્ટ બનાવી શકેસાથે સાથે પોતાના સ્વજનોના સંબંધોને વધુ સારી રીતે સાચવી શકે તે આ MEDICO SPIRITUAL CONFERENCEનો મુખ્ય હેતુ હતો.

 આ કોન્ફરન્સમાં મોરબીમાં રહીને સત્સંગ પ્રવૃતિ કાર્યકર્તા હરિસ્મરણસ્વામિએ પ્રાસગિંક ઉધ્બોધ્ન કર્યું હતું અને ત્યાર બાદ અપૂર્વમુનીસ્વામીએ પોતાની વિદ્વતા સભર શૈલીમાં ડોક્ટરોના પારિવારીક તેમજ વ્યવસાયક જીવનમાં આવતી સમસ્યાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું અને જીવન સફળતા અંગે તો બધા વાતો કરે પણ નિષ્ફળતા મળે ત્યારે તેને કઈ રીતે મેનેજ કરવી તે અંગે જણાવ્યુ હતું વધુમાં અપૂર્વમુનીસ્વામીએ ‘ART OF KARMA ’ વિષય પર કહ્યું હતું કે, પ્રામાણિક પ્રેકટીસની પ્રોફેશનમાં ખૂબ જરૂર છે. પ્રામાણિક પ્રેક્ટીસ સાથે શુદ્ધ હ્રદયની પ્રાર્થનાથી સારવાર સફળ થાય છે. તેમજ વ્યસનમુક્ત અને ઈર્ષામુક્ત જીવન બનાવીએ, સફળતા અને નિષ્ફળતામાં સ્થિર રહેવા માટે મંદિરે જવું ખૂબ જરૂરી, ડોક્ટર્સ માટે શારીરિક સ્વાસ્થ્ય-માનસિક સ્વાસ્થ્ય-સામાજીક સ્વાસ્થ્ય-આધ્યાત્મિક સ્વાસ્થ્ય રહેવું અનિવાર્ય છે આ કોન્ફરન્સના અંતમાં ઉપસ્થિત મહેમાનોનું સંતો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં ૩૫૦થી વધુ ડોક્ટર્સ તેમજ રાજકીય આગેવાનોવિવિધ ક્ષેત્રોના આગેવાનો સહિત ૧૫૦૦થી વધુ લોકો આવ્યા હતા

 

આ કાર્યક્રમમાં રાજ્યકક્ષા બ્રિજેશભાઈ મેરજાપૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયામોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયામોરબી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન અજયભાઈ લોરીયાભાજપ તાલુકા પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયામોરબી તાલુકા પંચાયત ચેરમેન રાકેશભાઈ કાવરકિશાન મોરચા કોષાધ્યક્ષ કે.કે. પરમારભાવેશ કંજારિયા તથા સિરામિક એસો. ના પ્રમુખ કિરીટભાઈ પટેલમુકેશભાઇ કુંડારિયાવિનોદભાઈ ભાડજા અને હરેશભાઈ બોપલિયા તેમજ માજી પ્રમુખ કે.જી. કુંડારીયાજગદીશભાઈ વરમોરાઅરવિંદભાઈ જીવાણીમનુભાઈ ફેફરચતુરભાઈ પાડલીયાગીરીશભાઈ સુવારીયાકિશોરભાઈ પટેલ સહિતના હાજર રહ્યા હતા તેમજ ડોક્ટર સેલના પ્રમુખો ડો.બાવરવા (IMA પ્રેસિડેંટ)પૂર્વ પ્રમુખ ડો.વિજયભાઈ ગઢીયાડો.હિતેશભાઈ પટેલ,  ડો.ચિન્મયભાઈ ત્રિવેદીડો.જયેશ સનારીયાડો.ભાવેશ ઠોરીયાડો.નિલેશ કાવરડો.જીતેશ દઢાણીયાડો.પ્રમિત ભોરણીયઆરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો.જયંતિભાઈ ભાડેસિયાઉત્સવભાઈ દવે, ભરતભાઈ બોપલિયાસુભાષભાઈ દેત્રોજાડી.એલ. રંગપરિયાશામજી રંગપરિયા મનોજભાઇ ઓગણજાપી.ડી. કાંજીયાહર્ષદભાઈ ગામીનિલેષભાઈ કુંડારિયા સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા






Latest News