માળીયા (મિ) પોલીસ દ્વારા શાળામાં ટ્રાફીક અવેરનેશનો કાર્યક્રમ યોજાયો
મોરબી: ૨૫૦ મહિલા સહિત ૪૦૦ લોકો માટે પણ રોજગારી સર્જક બન્યું સેવા સખી મંડળ
SHARE









મોરબી: ૨૫૦ મહિલા સહિત ૪૦૦ લોકો માટે પણ રોજગારી સર્જક બન્યું સેવા સખી મંડળ
મોરબીમાં હાલમાં સખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને છેલ્લા વર્ષોમાં કરવામાં આવેલા સખી મેળાના આયોજનો થકી સખી મંડળની બહેનો આત્મનિર્ભર બની છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી આ મેળામાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સેવા સખી મંડળનો સ્ટોલ રાખવામા આવેલ છે અને તેમાં હર્બલ પ્રોડકટનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જે આજની તારીખે ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં પહોંચાડવામાં આવે છે તેવી દિપકભાઈ ગોહિલે માહિતી આપતા જણાવ્યુ હતું અને વધુમાં તેમણે કહ્યું હતુ કે, સેવા સખી મંડળનું ભારતીય આયુર્વેદની હર્બલ પ્રોડક્ટ વિશ્વના ૨૦ દેશોમાં પહોંચાડવાનું તેમના મંડળનું સ્વપ્ન છે
હિંમતનગરના સેવા સખી મંડળ સાથે આજની તારીખે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ૨૫૦ થી વધુ મહિલાઓ સહિત કુલ મળીને ૪૦૦ જેટલા લોકો જોડાયેલ છે મોરબી જિલ્લામાં વંદે ગુજરાત પ્રદર્શન હેઠળ એલ.ઈ. કોલેજના ગ્રાઉન્ડ ખાતે સખી મેળો ચાલી રહ્યો છે. જેમાં સેવા સખી મંડળ દ્વારા પણ તેમની હર્બલ પ્રોડ્ક્ટસનું વેચાણ કરવામાં આવી રહ્યુ છે. આ સખી મેળાઓ સખી મંડળો અને મહિલાઓ માટે ખુબ જ મહત્વના છે જ્યાં તેમને સ્ટોલ સાથે રહેવાની સુવિધા પણ વિનામૂલ્યે આપવામાં આવે છે આ સખી મેળાઓ થકી સખી મંડળની બહેનો સમગ્ર ગુજરાતમાં અને દેશના અન્ય રાજ્યોમાં પણ પોતાની પેદાશો વેચી શકે તેનો માર્ગ મળ્યો છે. આ મહિલાઓ દ્વારા બનાવવામાં આવતી આ હર્બલ પ્રોડક્ટ સાથે અને મેડિકલ અને ડોક્ટર્સ પણ જોડાયેલા છે જે આ પ્રોડક્ટનું વેચાણ કરે છે. અને ખાદી ગ્રામોદ્યોગ પ્રમાણિત હર્બલ પ્રોડક્ટનું નિર્માણ કરતાં સેવા સખી મંડળના ડીલર અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં પણ આ પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે. અને આગામી દિવસોમાં વિશ્વના ૨૦ દેશોમાં તેની પ્રોડક્ટને પહોંચાડવાનું સ્વપ્ન છે.
