મોરબીમાં પ્રજાપતિ સમાજનો વિદ્યાર્થી સન્માન સમારોહ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
માળીયા (મિ) પોલીસ દ્વારા શાળામાં ટ્રાફીક અવેરનેશનો કાર્યક્રમ યોજાયો
SHARE









માળીયા (મિ) પોલીસ દ્વારા શાળામાં ટ્રાફીક અવેરનેશનો કાર્યક્રમ યોજાયો
જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠીની સૂચના મુજબ જીલ્લામા ગંભીર પ્રકારના રોડ અકસ્માતના બનાવો બનતા અટકાવવા સારૂ ટ્રાફીક અવેરનેશ કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યારે માળીયા પોલીસ સ્ટેશન દ્વારા રોડ અકસ્માતના બનાવો અટકાવવા તથા ઓવર સ્પીડ અંગે લોકને જાગૃત કરવા માટે ઉચ્ચતર માધ્યમિક વિધાલય સરવડ ખાતે ટ્રાફીક અવેરનેશનો કાર્યક્રમ રાખવામા આવેલ હતો જેમાં જીલ્લા ટ્રાફીક શાખાના કર્મચારીઓને પણ સાથે રાખવામા આવ્યા હતા અને ત્યારે શાળાના વિધાર્થીઓને હેલમેટ, શીટબેલ્ટા, ટ્રાફીક સિગ્નલ, ચાલુ ડ્રાઇવીંગ મોબાઇલ ઉપયોગ, નશાકારક પદાર્થનુ સેવન કરીને વાહન ચલાવુ નહી, પાર્કિંગ તથા રોડ સેફટી બાબતે તથા સલામત રીતે વાહનો ચલાવવા બાબતે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ સી ટીમના કર્મચારીઓ દ્વારા વિધાર્થીનીઓને કોઇ આવારા તત્વો હેરાન પરેશાન ન કરે તેના માટે શું કામગીરી કરવામાં આવે છે તેની માહિતી આપવામાં આવી હતી આ તકે પીએસઆઈ બી.ડી.જાડેજા, મહીપતસિંહ સોલંકી, રાજુભાઇ પઢીયાર, જીગ્નેશભાઇ મિયાત્રા, જયદેવસિંહ ઝાલા, જયેશભાઇ હડીયલ તથા અમીષાબા ઝાલા સહિતના હાજર રહ્યા હતા
