મોરબી-વાંકાનેરના ગરીયામાં જુગારની બે રેડ: બે મહિલા સહિત ૧૬ જુગારી પકડાયા, બેની શોધખોળ
મોરબીમાં વ્યાજખોરના ત્રાસથી યુવાનનો આપઘાતનો પ્રયાસ: દસ સામે નોંધાયો ગુનો
SHARE









મોરબીમાં વ્યાજખોરના ત્રાસથી યુવાનનો આપઘાતનો પ્રયાસ: દસ સામે નોંધાયો ગુનો
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસે સનરાઈઝ એપાર્ટમેન્ટમાં રહેતા યુવાને વ્યાજકોરોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેથી તેને સારવાર માટે ખસેડાયો હતો અને ત્યાર બાદ તેણે હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ૧૦ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ અને ગુજરાત નાણાંધીદાર અધિનિયમ સન ૨૦૧૧ ના કાયદાની કલમ ૫, ૩૩, ૪૦ અને ૪૨ (એ)(બી) મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસે સનરાઈઝ એપાર્ટમેન્ટના બ્લોક નં.૧૦૧ માં રહેતા અતુલભાઇ ડાયાભાઈ પટેલ (ઉમર ૩૩) એ થોડા દિવસો પહેલા આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને તે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ગુડ નાઈટનું લિક્વિડ પી ગયો હતો જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ હાલમાં યુવાને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ૧૦ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેને આરોપીઓ પાસેથી ૫.૩૬ લાખ રૂપિયા આજે લીધેલા હતા અને તેને આરોપીઓને મૂડી તેમજ વ્યાજ ચૂકવી આપ્યું હોવા છતાં પણ આરોપીઓ દ્વારા અવારનવાર ગાળો બોલીને મુદલ અને વ્યાજની રકમની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જેથી કરીને કંટાળીને તેણે ગુડ નાઈટ ગુડ નાઈટનું લિક્વિડ પી લીધું હતું અને સારવાર લીધા બાદ યુવાને જે શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે તેમાં જીગાભાઈ ઉર્ફે જીગો, રમેશભાઈ બોરીચા, વરૂણભાઇ બોરીચા, રાહુલભાઈ, રવિભાઈ ડાંગર, ડીબીભાઈ રબારી, રાજેશભાઈ બોરીચા, ભોલુભાઈ, સિધ્ધરાજસિંહ ગોહિલ અને કાનો નામના શખ્સનો સમાવેશ થાય છે અને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અત્રે ઉલેખનીય છે કે, આરોપીઓના ફરિયાદીને નામ સરનામા પણ પૂરા ખબર નથી તો પણ તગડું વ્યાજ લેતા વ્યાજખોરો દ્વારા તેને લાખો રૂપિયા વ્યાજે આપવામાં આવ્યા હતા હાલમાં ફરિયાદી યુવાને આરોપીઓના આધુરા નામોની સાથે તેના મોબાઈલ નંબર પણ પોલીસને આપ્યા છે ત્યારે પોલીસ દ્વારા આરોપીઓને કયારે પકડવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે
