મોરબીમાં વ્યાજખોરના ત્રાસથી યુવાનનો આપઘાતનો પ્રયાસ: દસ સામે નોંધાયો ગુનો
માળીયા (મી) નજીક ક્લીનરને ઘરે જવું હોય ડ્રાઇવરે રૂપિયા નહીં આપતા ઠીમ ઢાળી દીધાનો ઘટસ્ફોટ: આરોપીની ધરપકડ
SHARE









માળીયા (મી) નજીક ક્લીનરને ઘરે જવું હોય ડ્રાઇવરે રૂપિયા નહીં આપતા ઠીમઢાળી દીધાનો ઘટસ્ફોટ: આરોપીની ધરપકડ
માળીયા (મી) ની પીપળીયા ચોકડી પાસે ઉભેલા બંધ ટ્રકમાંથી ડ્રાઇવરની હત્યા કરેલી લાશ મળી આવી હતી જેથી કરીને આ બનાવમાં માળીયા પોલીસે મૃતક વ્યક્તિના ભાઈની ફરિયાદ લઈને ટ્રકના કલીનર સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો અને ગણતરીની કલાકોમાં માળીયા તાલુકા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને ક્લીનરને ઘરે જવું હોય તેને મૃતક ડ્રાઈવર પાસે રૂપિયા માંગ્યા હતા જો કે, મૃતકે રૂપિયા નહિ આપતા તેનું ઠીમઢળી દીધું હોવાનો પ્રાથમિક પૂછપરછમાં ઘટસ્ફોટ થયો છે.
માળીયા (મી)ની પીપળીયા ચોકડી પાસે ટાટા શોરૂમની પાસે જીજે ૧૨ એયું ૫૩૮૨ ટ્રક બંધ પડ્યો હતો અને બંધ ટ્રકમાં કોઈ વ્યક્તિ સૂતો હોય તેવું દેખાતું હતું જેથી કરીને લોકોએ ૧૦૮ ને બોલાવી હતી ત્યારે ટ્રકમાં ડ્રાઈવરની હત્યા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી હતી અને ટ્રકનો ક્લીનર સ્થળ ઉપર હજાર હતો નહીં જેથી કરીને તે પહેલાથી જ શંકાના દાયરામાં હતો અને ત્યાર બાદ મૃતક લહેરાજી ચમનજી બલોધણા જાતે ઠાકોર (૩૫) રહે. ભાભર વાળાના ભાઈ હિરાજી ચમનજી બલોધણા જાતે ઠાકોર (૫૩) રહે. અસાણા તાલુકો ભાભર વાળાએ માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રકના ક્લીનર દિનેશભાઇ વરસંગભાઇ બોડાણા જાતે રજપુત રહે. બેણપ તાલુકો સુઇગામ જીલ્લો બનાસકાંઠા વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આરોપી માળીયા નજીક કે.જી.એન. હોટલે હોવાની માહિતી મળી હતી જેથી માળીયાના પીએસઆઈ બી.ડી. જાડેજા અને તેની ટીમ દ્વારા ત્યાં જઈને દિનેશભાઇ વરસંગભાઇ બોડાણા જાતે રજપુત (૨૮) રહે. બેણપ તાલુકો સુઇગામ વાળાની ધરપકડ કરી હતી અને આરોપીને ઘરે જવું હતું જેથી કરીને તેને મૃતક ડ્રાઈવર પાસે રૂપિયા માંગ્યા હતા ત્યારે મૃતકે રૂપિયા નહિ આપીને થોડા દિવસો પછી ઘરે જવનું કહ્યું હતું જેથી કરીને રોષે ભરાયેલા આરોપીએ ટ્રકની કેબિનમાં પડેલ વ્હીલ પાના વડે મૃતકને માથા અને મોઢા ઉપર માર માર્યો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું.
