મોરબીમાં અડધો-ટંકારમાં એક ઇંચ વરસાદ
SHARE









મોરબીમાં અડધો-ટંકારમાં એક ઇંચ વરસાદ
મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં વરસાદી માહોલ છે જો કે, વરસાદ હજુ જામતો નથી અને હળવો ભારે વરસાદ જુદા જુદા વિસ્તારની અંદર પડેલ છે ત્યારે છેલ્લી ૨૪ કલાકમાં મોરબી જિલ્લાના મોરબીમાં અડધો ઇંચ અને ટંકારામા એક ઇંચ વરસાદ નોંધાયો છે
મોરબી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે આકાશમાં કાળા ડિબાગ વાદળો જોવા મળી રહ્યા છે અને ધીમીધારે વરસાદ પણ પડી રહ્યો છે જેથી કરીને તમામ તાલુકામાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગયેલ છે દરમિયાન મોરબી જિલ્લાના ફ્લડ કંટ્રોલ રૂમમાંથી જાણવા મળતી માહિતી મુજબ છેલ્લી ૨૪ કલાકમાં ટંકારમાં ૨૭ મીમી, માળીયામાં ૫ મીમી, મોરબીમાં ૧૪ મીમી, વાંકાનેરમાં ૮ મીમી અને હળવદમાં ૦૦ મીમી વરસાદ નોંધાયો છે
