મોરબીનો ગઢીયા દિપ-માળીયાના મિયાત્રા ધર્માંયું અને ભાડજા વિશ્વા જવાહર નવોદયની પરીક્ષામાં પાસ
મોરબીના રવાપર ગામે રહેતો યુવા સિરામિક ઉદ્યોગપતિ ગુમ
SHARE









મોરબીના રવાપર ગામે રહેતો યુવા સિરામિક ઉદ્યોગપતિ ગુમ
મોરબી નજીકના રવાપર ગામે આવેલ ગોલ્ડન માર્કેટની પાછળના ભાગમાં એકતા ટાવરમાં રહેતો યુવ સિરામિક ઉદ્યોગપતિ કોઈ કારણોસર પોતાના ઘરેથી કોઈને કશું કહ્યા વગર ચાલ્યો ગયેલ છે અને તેના મોબાઈલ પણ ઘરે મૂકીને ગયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે અને હાલમાં યુવાન ગુમ થયો હોવા અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવતાં પોલીસે નોંધ કરીને યુવાનને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના રવાપર ગામ પાસે આવેલ ગોલ્ડન માર્કેટની પાછળના ભાગમાં આવેલા એકતા ટાવરમાં રહેતા અશોકભાઈ નાનજીભાઈ પાડલીયા (36) પોતાના ઘરેથી ગઈ તા.૮ ના રોજ સવારે આઠ વાગ્યાના અરસામાં કોઈને કશું કહ્યા વગર નીકળ્યા હતા અને આ યુવાન ઘરેથી ગયો ત્યારે તેના મોબાઇલને પણ ઘરે જ મૂકીને ગયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે અને ઘરેથી ગયા પછી આ યુવાન ઘરે પરત આવેલ નથી જેથી કરીને યુવાન ગુમ થઈ ગયેલ હોય પ્રકાશભાઈ કુંવરજીભાઈ ભાડજા (૩૭) રહે. ઉમિયાનગર વાળાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અશોકભાઈ નાનજીભાઈ પાડલીયા ગુમ થયા હોવા અંગેની ગુમશુધા ફરિયાદ નોંધાવતા પોલીસે નોંધ કરીને ગુમ થઈ ગયેલા યુવા સિરામિક ઉદ્યોગપતિને શોધવા માટે કવાયત શરૂ કરેલ છે
યુવાનનું મોત
મોરબી નજીકના સજનપરથી રવાપર આવતા રોડ ઉપર આવેલ એડન હિલ્સ રોયલ એવન્યુ પાછળના ભાગમાં રહેતા રવિભાઈ દિલીપભાઈ ઓઝાને હાર્ટ એટેક આવતા તેઓનું મોત નીપજયું હતું જેથી તેના બોડીને મોરબી સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
