મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી શહેર-જિલ્લામાં મંજૂર થયેલા કામ ન કરતા કોન્ટ્રાક્ટરોને કરો બ્લેક લિસ્ટ, પાણી નિકાલમાં નડતરરૂપ દબાણો તોડી પાડો: મંત્રી બ્રિજેશ મેરજા


SHARE















મોરબી શહેર-જિલ્લામાં મંજૂર થયેલા કામ ન કરતા કોન્ટ્રાક્ટરોને કરો બ્લેક લિસ્ટ, પાણી નિકાલમાં નડતરરૂપ દબાણો તોડી પાડો: મંત્રી બ્રિજેશ મેરજા

મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે રાજ્યના પંચાયત મંત્રી અને મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાની હાજરીમાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોની અંદર વર્ષોથી મંજૂર થયેલા રોડ રસ્તાના કામ ન કરતા કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરો અને કામગીરી ન કરાવી શકનારા અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવા મંત્રીએ કલેક્ટરને સૂચના આપી હતી અને પાણીના નિકલમાં કોઈ પણ ચમરબંધીના દબાણ હોય તો તેને તોડી પાડવા માટે અધિકારીઓને મંત્રીએ આદેશ કરેલ છે

મોરબી શહેર અને જિલ્લામાં છેલ્લા દિવસોથી વરસાદ વરસી રહ્યો છે જેથી કરીને અનેક જગ્યાએ પાણી ભરાવા, રસ્તા તૂટી જવા સહિતના પ્રશ્નો ઊભા થયા છે ત્યારે આજે મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે રાજ્યના પંચાયત વિભાગના મંત્રી અને મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઇ દેથરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરાપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર સહિત પદાધિકારીઓ અને આગેવાનોની હાજરીમાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલેક્ટર સહિતના જવાબદાર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા

આ તકે ખાસ કરીને મોરબી શહેરના મધ્યમાંથી પસાર થતો સનાળા રોડ, વાવડી રોડ અને પંચાસર રોડ સહિતના જે રોડ રસ્તાના કામ છેલ્લા ઘણા સમયથી કા તો મંજૂર થયા છે અથવા તો રસ્તા તૂટી ગયા છે તો રીપેર થતા નથી જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી સમયસર કરવામાં આવતી નથી જેથી આવા કોન્ટ્રાક્ટરને પણ બ્લેકલિસ્ટ કરવામાં આવે તે માટે મંત્રી દ્વારા અધિકારીને સૂચના આપવામાં આવી હતી આવી જ રીતે ગ્રામ્ય વિસ્તારની અંદર જોડતા રોડ રસ્તાઓને પણ બે વર્ષથી મંજૂર કરવામાં આવ્યા છે તેમ છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા સમયસર કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી જેના કારણે ગામડાના લોકો હેરાન થઈ રહ્યા હોય છે અને આવા બેદરકાર કોન્ટ્રાક્ટરના કારણે સરકારની પ્રતિષ્ઠાને પણ ધક્કો લાગી રહ્યો છે જેથી કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા અને સમયસર કામ કરાવી ન શકનારા અધિકારીઓ સામે પણ પગલાં લેવાના મંત્રીએ બેઠકમાં સંકેત આપ્યા હતા

આ ઉપરાંત મોરબી શહેરમાં અવની ચોકડી પાસે વરસાદી પાણીનો જે ભરાવો થાય છે તેનો કાયમી નિકાલ કરવા માટે થઈને ખાસ ટીની રચના કરવામાં આવી છે અને આ ટીમના રિપોર્ટના આધારે આગળની કામગીરી કરવામાં આવશે અને નેશનલ હાઇવે રોડ ઉપરની ગટર પાસેના તમામ દબાણોને કોઈની પણ શરમ રાખ્યા વગર તોડી પાડવા માટે સૂચના આપવામાં આવી હતી અને આ ઉપરાંત વીજળી, સિંચાઈ, રોડ રસ્તા સહિતના જે કોઈ પ્રશ્નો આવ્યા હતા તેનો સ્થળ ઉપર નિકાલ કરવા માટે થઈને અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી વધુમાં મંત્રીએ કહ્યું હતું કે, રવાપરમાં આડેધડ બાંધકામો કરવામાં આવ્યા છે જેથી કરીને વરસાદી પાણીના નિકાલ બંધ થઈ જતાં અવની ચોકડી પાસે વરસાદી પાણી ભરાઈ છે જો કે, આડેધડ કરવામાં આવેલા બાંધકામો સામે પગલાં લેવામાં આવશે કે કેમ તેવો સવાલ કરતાં અગાઉ પંચાયતની મંજૂરીના આધારે તંત્રના લીધે આવા બાંધકામો થયા હોવાનું તેમણે જણાવ્યુ હતું

 

મોરબી નગરપાલિકાની સામે આવેલો રોડવાવડી રોડપંચાસર રોડરવાપર-જડેશ્વર વગેરે તમામ રોડ પરની પણ ખાડાઓની કે અન્ય સમસ્યાઓ નિવારવા માર્ગ અને મકાન વિભાગને તાકીદે યોગ્ય કામગીરી કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત જેતપર-પીપળી-મોરબી રોડ પર પણ ધોવાણો અટકાવવા તેમજ ખાડા ભરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવે તેના માટે માર્ગ મકાન વિભાગના અધિકારીને સૂચના આપવામાં આવી હતી. અત્રે ઉલેખનીય છે કે, પીપળી રોડ ઉપરથી રેલી સાથે લોકો કલેક્ટરને રજૂઆત કરવા માટે આવનારા છે જેથી કરીને મંત્રીએ અધિકારીને તાત્કાલિક તે રોડને મોટરેબલ કરવા માટે કડક ભાષામાં સૂચના આપી હતી અને પાલિકા તંત્ર દ્વારા શાક માર્કેટ, નવલખી રોડ કુબેરનગર, માધાપર  સહિતના વિસ્તારોના વર્ષો જૂના વરસાદી પાણી સહિતના પ્રશ્નોને ઉકેલવામાં આવેલ છે તેના માટે પદાધિકારીઓની ટીમને અભિનંદન આપવામાં આવ્યા હતા






Latest News