મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં બાગાયતી ખેડૂતોને ટુલ્સ, ઇકવીપેમન્ટ, શોર્ટીગ/ગ્રેડીંગના સાધનો માટે સહાય અપાશે


SHARE









મોરબી જીલ્લામાં બાગાયતી ખેડૂતોને ટુલ્સ, ઇકવીપેમન્ટ, શોર્ટીગ/ગ્રેડીંગના સાધનો માટે સહાય અપાશે

સરકારના બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૨-૨૩ માટે જુદી-જુદી સહાયલક્ષી યોજનાઓ જેવી કે પ્લાસ્ટીક મલ્ચીંગ, છુટા ફુલો, ટીસ્યુ કેળ, પપૈયા, ફળપાક વાવેતર, ટીસ્યુકલ્ચર ખારેક વાવેતર ટ્રેકટર માઉન્ટેડ સ્પ્રેયર, સ્વયં સંચાલીત બાગાયત મશિનરી, કોલ્ડ ચેઇન મેનેજમેન્ટના કાર્યક્રમો, બાગાયત પેદાશોના પેકેજીંગ મટેરીયલ, ટુલ્સ, ઇકવીપેમન્ટ, શોર્ટીગ/ગ્રેડીંગના સાધનો, પીએચએમના સાધનો (વજનકાંટા, પેકીંગ મટીરીયલ્સવ, શોર્ટીંગ/ગ્રેડીંગ મશીનરી જેવા સાધનો સાથે પ્લાસ્ટીક ક્રેટસ) તેમજ અન્ય વિવિધ બાગાયતિ યોજનાઓમાં લાભ લેવા માટે ઇચ્છુક ખેડુતોએ આઇ-ખેડુત પોર્ટલ તા. ૩૧/૭ સુધીમાં અરજી કરવાની રહેશે.

બાગાયતદારોને આ યોજનઓમાં સહાય લેવા માટે http://ikhedut.gujarat.gov.in પર અરજી કરી અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨,૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબૂક નકલ અને રદ કરેલ ચેક, જાતિનું પ્રમાણપ્રત્ર(અનુ. જાતિ), વિગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ પર સમય મર્યાદામાં રજૂ કરવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવેલ છે.

ઔદ્યોગિક ભરતી મેળો

રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા તા.૧૫ ના રોજ  સવારે ૧૧:૦૦ કલાકે  યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ, ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ ભરતી મેળામાં મોરબી  જિલ્લાના  ખાનગી ક્ષેત્રોના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે, જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોન મેટ્રીક/એસએસસી/એચએચસી/આઇટીઆઇ/સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફ, અધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે,  નિયત સમયે  અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશ. તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે




Latest News