મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના જેતપરથી રિક્ષામાં બેઠેલ યુવાનના ખિસ્સામાંથી રોકડા એક લાખની ચોરી: ત્રણ સામે ફરિયાદ


SHARE













મોરબીના જેતપરથી રિક્ષામાં બેઠેલ યુવાનના ખિસ્સામાંથી રોકડા એક લાખની ચોરી: ત્રણ સામે ફરિયાદ

મોરબી તાલુકાના જેતપર ગામે આવેલ બેંકમાંથી રૂપિયા ઉપાડીને કૌટુંબિક કાકાના હાથ ઉછીના લીધેલા રૂપિયા મોરબી આપવા માટે આવી રહેલ યુવાન રિક્ષામાં બેઠો હતો અને ત્યારે રિક્ષામાં તેની પહેલાથી જ બેઠેલા અન્ય બે શખ્સો દ્વારા કોઈપણ રીતે તેના ખિસ્સામાંથી રોકડા એક લાખ રૂપિયાની ચોરી કરવામાં આવી હતી અને રીક્ષા ચાલક તથા રિક્ષામાં બેઠેલા બે શખ્સો આ યુવાનને જેતપર ગામ પાસે જ રિક્ષામાંથી નીચે ઉતારીને નાસી ગયા હતા જે બનાવમાં ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રિક્ષાચાલક અને રિક્ષામાં બેઠેલા અન્ય બે શખ્સોની સામે એક લાખ રૂપિયાની ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે માટે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા તાલુકાના ખાખરેચી ગામે રહેતા અને મોરબી તાલુકાનાં ઘૂટું ગામે વાડી રાખીને ખેતીનું કામ કરતા પ્રવીણભાઈ આંબાભાઈ જસાપરા જાતે પટેલ (ઉંમર ૪૪) સીએનજી રીક્ષા માં બેસીને જેતપર ગામથી મોરબી તરફ આવી રહ્યા હતા ત્યારે તેના ખિસ્સામાં રહેલ રોકડા રૂપિયા એક લાખ રિક્ષામાં તેની સાથે પાછળના ભાગમાં બેઠેલા બે શખ્સોમાંથી કોઈએ ચોરી કરી લીધેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેને જણાવ્યું છે કે જેતપર ગામેથી તે રીક્ષામાં બેસીને મોરબી આવી રહ્યા હતા ત્યારે તેની સાથે પાછળના ભાગમાં બેઠેલ અજાણ્યા ૩૦થી ૩૫ વર્ષના શખ્સે ઉલટી થતી હોવાનું બહાનું કાઢીને તેના પગ ઉપરથી માથું રિક્ષાની બહારના ભાગમાં કાઢ્યું હતું ત્યારે કોઈ પણ રીતે તેણે અથવા તો તે સિવાય અન્ય એક શખ્સ રીક્ષામાં પાછળના ભાગે બેઠો હતો તેને રૂપિયા એક લાખ સેરવી લીધા હતા અને ત્યારબાદ તે યુવાને રિક્ષામાં આગળ બેસવા માટે કહ્યું હતું અને યુવાન જયારે રીક્ષામાં આગળ બેસવા માટે જતો હતો ત્યારે રિક્ષા ચાલકે તેના ખિસ્સામાંથી કંઈ પડી ગયું છે તેવું કહીને તેને જેતપર ગામ પાસે જ રિક્ષામાંથી ઉતારી દીધો હતો જેથી ભોગ બનેલા યુવાને હાલમાં રીક્ષા ચાલક સહિત ત્રણ શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે

વધુમાં ફરિયાદી પ્રવીણભાઈ જસાપરા પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે તેઓના કૌટુંબીક કાકા ગણેશભાઈ જેઠાભાઇ વિડ્જાએ મોરબીમાં રહેતા પ્રકાશભાઈ સાવસાણી પાસેથી એક લાખ રૂપિયા હાથ ઉછીના લીધા હતા તે પાછા આપવાના હતા અને તેના કાકાનું બેન્ક એકાઉન્ટ જેતપર ગામની બેંકમાં હતું જેથી કરીને ત્યાં આવીને કાકાએ દોઢ લાખ રૂપિયા બેંકમાંથી ઉપાડ્યા હતા અને ત્યારબાદ તેમાંથી એક લાખ રૂપિયા મોરબી પ્રકાશભાઈને આપવા માટે થઈને તેને આપ્યા હતા જે રૂપિયા આપવા માટે તે મોરબી તરફ આવવા માટે બસની રાહ જોતા હતા પરંતુ દોઢ કલાક સુધી કોઈ બસ ન આવવાના કારણે ના છૂટકે તે રિક્ષામાં બેઠા હતા અને ત્યારે રિક્ષામાં બેસતાની સાથે જ પાછળના ભાગમાં બેઠેલા બે શખ્સો પૈકીના એક શખ્સે ઉલટી થતી હોવાનું નાટક કર્યું હતું અને ત્યારબાદ તેની પાસે રહેલા રોકડા રૂપિયા એક લાખની ચોરી કરવામાં આવી હતી અને તે રિક્ષામાં સાઈડમાં બેઠા હતા ત્યાંથી તેને વચ્ચે બેસવા માટે કહ્યું હતું અને વચ્ચે બેસવા જતાં પાછળના ભાગમાં બેઠેલા બીજા શખ્સે તેને આગળ બેસવા માટે કહ્યું હતું જેથી કરીને ફરિયાદી રિક્ષામાં આગળ બેસવા જતા તેના ખિસ્સામાંથી કશું પડી ગયું છે તેવું રીક્ષા ચાલકે કહ્યું હતું અને એક બાળક તે વસ્તુ લઈને નાસી ગયો છે તેમ કહીને પ્રવીણભાઈને જેતપર ગામ પાસે જ રિક્ષામાંથી ઉતારી દીધા હતા અને રિક્ષામાં બેઠેલ રીક્ષા ડ્રાઇવર સહિતના ત્રણ શખ્સો ત્યાંથી નાસી ગયા હતા






Latest News