વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડને તાત્કાલીક રીપેર ન કરવામાં આવે તો હવે રસ્તા રોકો આંદોલન : સરપંચોની ચીમકી


SHARE













મોરબીના જેતપર રોડને તાત્કાલીક રીપેર ન કરવામાં આવે તો હવે રસ્તા રોકો આંદોલન : સરપંચોની ચીમકી

મોરબીનો જેતપર પીપળી રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે તેમ છતાં પણ કોઈ કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી નથી અને હાલમાં પડી રહેલા વરસાદના કારણે ઠેર ઠેર રસ્તાના ખાડામાં પાણી ભરાઈ જાય છે અને અવારનવાર નાના મોટા અકસ્માત અને જીવલેણ અકસ્માત સર્જાય છે જેથી ૨૦ જેટલા ગામના સરપંચોની આગેવાનીમાં બિનરાજકીય બાઈક રેલી યોજીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને એક સપ્તાહમાં જો તંત્ર દ્વારા હવે નકર કામગીરી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી સરપંચો દ્વારા ઉચ્ચારવામાં આવી છે

મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી અણીયારી ગામ સુધી જતા જેતપર પીપળી રોડ ઉપર ૨૦ જેટલા ગામ આવે છે અને આ રસ્તા ઉપર છેલ્લા વર્ષોમાં લગભગ ૧૫૦ કરતાં વધુ નાના મોટા સીરામીકના યુનિટ અને અન્ય યુનિટ આવેલા છે જેથી ત્યાં રોજગારી માટે મોટી સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય છે તેની સાથો સાથ માલની હેરાફેરી કરવા માટે પણ ટ્રક સહિતના ભારે વાહનોની અવરજવર આ રસ્તા ઉપર રહેતી હોય છે તેમ છતાં આ રસ્તો છેલ્લા લગભગ ચારથી પાંચ વર્ષની બિસ્માર હાલતમાં છે અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને જ્યારે જ્યારે આંદોલન કરવામાં આવે ત્યારે તંત્ર દ્વારા પાસેરામાં પૂણી સમાન કામગીરી કરવામાં આવે છે અને ત્યારબાદ ફરી પાછો રોડ તૂટી જાય એટલે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે 

હાલમાં પણ રોડ રસ્તા તૂટી ગયેલી હાલતમાં છે તેમ છતાં પણ માર્ગ મકાન વિભાગના અધિકારીઓ કે કલેકટર દ્વારા કોઈપણ પ્રકારની દરકાર લેવામાં આવી ન હતી તેવામાં વરસાદ પડવાના કારણે હાલમાં રોડના ખાડામાં વરસાદી પાણી ભરાઈ જવાના લીધે અવારનવાર નાના મોટા અકસ્માત અને જીવલેણ અકસ્માતો સર્જાય છે જેથી ૨૦ જેટલા ગામના સરપંચોની આગેવાનીમાં કારખાનેદારો તેમજ ગ્રામજનોને સાથે રાખીને લગભગ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને બાઈક રેલી યોજના કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને જેતપર પીપળી રોડ કે જેની હાલત દયનીય છે ત્યાં વહેલામાં વહેલી તકે લોકો ચાલી શકે તે પ્રકારનું રોડનું રીપેરીંગ કામ કરવામાં આવે તેવી માંગણી ગામના સરપંચો અને ઉદ્યોગકારો સહિતના લોકો દ્વારા કરવામાં આવી છે અને જો આગામી એક સપ્તાહની અંદર રસ્તાનું કામ યોગ્ય રીતે નહીં કરવામાં આવે તો ગામના સરપંચો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે

મોરબી ચેમ્બર ઓફ કોમર્સે પણ રોડ રીપેર કરવાની કરી માગ 

મોરબીના જેતપર રોડને રીપેર કરવાની માંગ સાથે રેલી કાઢવામાં આવી હતી ત્યારે મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ પટેલ પણ કલેક્ટર કચેરીએ હાજર હતા અને આ રોડ ઉપર વધુ પ્રમાણમા ઉદ્યોગ આવેલા છે ત્યારે આ રોડને તાત્કાલિક રીપેર કરવાની કરી માગ તેઓ કરી હતી

જિલ્લા કોંગ્રેસનો બિન રાજકીય રેલીને ટેકો

મોરબી જિલ્લાના લોકો સારા રોડ ન હોવાથી હેરાન થાય છે ત્યારે અધિકારીઓ અને અદાધિકારી મિટિંગોમાં જ વ્યસ્ત હોય છે જેથી કરીને લોકોને રોડના રિપેરિંગ કામ માટે પણ રેલી કાઢવી પડે છે ત્યારે બિન રાજકીય રેલી હોવાથી તેને શાસકો દ્વારા રાજકીય રંગ ન આપવામાં આવે તે માટે રેલીમાં જોડાઈને નહીં પરંતુ લોકોનો સાચો પ્રશ્ન હોવાથી કલેક્ટર કચેરીએ હાજર રહીને કોંગ્રેસનાં મનોજભાઇ પનારા, કે.ડી. પડસુંબિયા, મુકેશભાઇ ગામી સહિતના આગેવાનોએ બિન રાજકીય રેલીને ટેકો આપ્યો હતો






Latest News