મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડિચ હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

છલકાતા ડેમ અને હરખાતા ખેડૂતો : મચ્છુ-3 ડેમમાં ૮૩૪ ક્યુસેક પાણીની સતત આવક


SHARE







છલકાતા ડેમ અને હરખાતા ખેડૂતો : મચ્છુ-3 ડેમમાં ૮૩૪ ક્યુસેક પાણીની સતત આવક

મોરબી જિલ્લામાં સર્વત્ર મેઘ મહેર અને ક્યાંક ક્યાંક ભારે વરસાદના કારણે જિલ્લાની હદમાં આવેલા લગભગ તમામ ડેમમાં પાણીની ઓછા-વત્તા પ્રમાણમાં આવ શરૂ થઈ ગઈ છે. મોરબી જિલ્લાનો મચ્છુ-૩ ડેમ લગભગ ૯૦% સપાટી પહોંચી જતા ગત મંગળવારે બે પાટીયા ખોલવામાં આવ્યા હતા.

સારા વરસાદના પગલે જિલ્લામાં વાવણી પણ સારી એવી થવા લાગી છે અને તમામ વિસ્તારોમાં ખેતરોમાં હરિયાળા મોલ દેખાઈ રહ્યા છે. વાવણી લાયક વરસાદના કારણે ખેડૂતો કામે લાગ્યા છે. આભ માંથી કાચું સોનુ વરસ્યું છે ત્યારે ખેડૂતો હરખાઈ રહ્યા છે.મચ્છુ ત્રણના સેક્શન ઓફિસર બી.સી.પનારાના જણાવ્યા મુજબ હાલ ડેમની સપાટી ૨૭ RL છે. સ્ટોરેજ ૧૯૧.૪૩૯ મિલિયન ઘનફુટ છે. ડેમમાં ૮૩૪ ક્યુસેક પાણીની આવક છે સામે બે દરવાજા અડધો ફૂટ ખોલીને એટલું જ એટલે કે ૮૩૪ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. 




Latest News