મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં કુટીર અને ગ્રામોદ્યોગથી સંકળાયેલ લોકોને સ્વનિર્ભર બનાવવા વાજપાઈ બેંકેબલ લોન યોજના


SHARE









મોરબીમાં કુટીર અને ગ્રામોદ્યોગથી સંકળાયેલ લોકોને સ્વનિર્ભર બનાવવા વાજપાઈ બેંકેબલ લોન યોજના

સરકાર દ્વારા અમલીકૃત વાજપાઈ બેંકેબલ યોજના અન્‍વયે ગુજરાતના શહેરી અને ગ્રામીણ વિસ્તારોના ૧૮ થી ૬૫ વર્ષના બેરોજગાર વ્યક્તિઓને રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, પબ્લીક સેકટર બેંકો, ખાનગી બેંકો મારફતે નાણાકીય લોન તેમજ સબસીડી આપવામાં આવે છે.

આ યોજના હેઠળ ઓછામા ઓછુ ધો. ૪ પાસ અથવા તાલીમનો એક વર્ષનો અનુભવ ધરાવનારને બેંક મારફત લોન ધિરાણની મહતમ રૂ ૮ લાખની મર્યાદામાં લોન આપવામાં આવે છે. ૨૦ થી ૪૦ ટકા નિયમ મુજબ મહતમ ૧,૨૫,૦૦૦/- ની સહાય પણ મળવાપાત્ર થાય છે. જેમાં વ્યાજનો દર રીઝર્વ બેંકના નિયમ મુજબ રહેશે. અરજદાર નવા એકમ તેમજ ચાલુ ધંધાના વિસ્તરણ માટે આ યોજના હેઠળ લોન મેળવી શકે છે. વાજપાઈ બેંકેબલ યોજનાનો લાભ લેવા માટે blp.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ અરજી સાથે ફોટો, આધારકાર્ડ, સ્કુલ સર્ટીફીકેટ/જન્મનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, અનુભવનો  દાખલો, કોટેશન, ધંધાના સ્થળનો આધાર, લાઈટબીલ/વેરા પહોંચ વગેરે સંલગ્ન દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે. વધુ માહિતી માટે જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર, રૂમ નં ૨૩૩, જિલ્લા સેવા સદન, મોરબીનો સંપર્ક કરવા જનરલ મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની યાદીમાં જણાવાયું છે.




Latest News