મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરના ચિત્રાખડાનો બનાવ : હોસ્ટેલમાં રહેવુ ન ગમતુ હોય ગળેફાંસો ખાઈ જતા સગીરા સારવારમાં


SHARE







વાંકાનેરના ચિત્રાખડાનો બનાવ : હોસ્ટેલમાં રહેવુ ન ગમતુ હોય ગળેફાંસો ખાઈ જતા સગીરા સારવારમાં

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામે રહેતી સગીરવયની યુવતી તેના ઘેર ગળેફાંસો ખાઈ જતા તેણીને સારવાર માટે મોરબી ખસેડવામાં આવી હતી અને બનાવમાં સામે આવ્યું હતું કે તેણીને હોસ્ટેલમાં રહેવા જવું ન હોય અને તે બાબતનું માઠું લાગી આવતા તેણીએ ઉપરોકત પગલું ભર્યું હતું..!

બનાવની જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામે રહેતી કિંજલબેન ચતુરભાઈ પ્રભુભાઈ ડાભી નામની ૧૩ વર્ષીય સગીરાએ તેના ઘેર ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી કરીને તેણીને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.બનાવને પગલે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના પ્રદીપભાઈ બોરાણાએ તપાસ હાથ ધરી હતી.જેમાં ખુલ્યુ હતુ કે કિંજલબેનને સાયલા તરફ કોઈ હોસ્ટેલમાં ધોરણ-૯ માં અભ્યાસ માટે બેસાડવામાં આવ્યા હોય પણ તેણીને ત્યાં હોસ્ટેલમાં રહેવું ગમતું ન હોય અને ત્યાં જવુ ન હોય તે બાબતનું મનોમન લાગી આવતા ઉપરોક્ત પગલું ભરી લીધું હતું અને જેથી કરીને તેને સારવારમાં ખસેડાઇ હતી.

વાહન અકસ્માતમાં ઈજા

માળિયા મીંયાણાના કાજરડા ગામે રહેતા કરીમભાઈ દાઉદભાઈ ખલીફા નામનો ૩૪ વર્ષીય યુવાન માળિયા હાઇવે ઉપરથી બાઈક લઈને જતો હતો ત્યારે સાંજના ચારેક વાગ્યે લક્ષ્મીનગર ગામ પાસે તેના બાઈક સાથે ગાય અથડાતા સર્જાયેલ અકસ્માત બનાવમાં ઇજાઓ થતા કરીમભાઈને સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબી નજીકના ભરતનગર ગામે રહેતા જગરાજસિંગ લોહારસિંગ નામના ૫૨ વર્ષીય આધેડ સોરીસો સિરામિક પાસે ટ્રકમાંથી નિચે પડી જતા ઈજાઓ થતા સારવારમાં ખસેડાયા હતા.

મારામારીમાં ઈજા

મોરબી તાલુકાના ગાળા ગામે રહેતા પીન્ટુ કાંતિલાલ બોપલિયા નામના ૨૯ વર્ષીય યુવાનને બેલા નજીક આવેલ ખોખરા હનુમાન મંદિર પાસે મારામારીના બનાવમાં ઈજાઓ થવાથી તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો. જ્યારે હળવદના પલાસણ ગામના રહેવાસી રમેશભાઈ અરજણભાઈ મુંધવા નામના ૨૬ વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને અહીંની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવ અંગે પ્રાથમિક તપાસ કરીને હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News