મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત મોરબીના લાલપર ગામે ઇશાન કોમ્પ્લેક્ષમાં જુગાર રમતા પાંચ પકડાયા: 1 લાખથી વધુની રોકડ કબજે મોરબીમાં વધુ એક હત્યા : રંગપર નજીક મહિલાનું મર્ડર, છ માસના ટૂંકા ગાળામાં ૧૨ જેટલી હત્યાથી ભયનો માહોલ
Breaking news
Morbi Today

મોરબી અને વાંકાનેર તાલુકામાં મજૂરની માહિતી પોલીસને ન આપનારા વધુ પાંચ શખ્સો સામે ગુના નોંધાયા


SHARE









મોરબી અને વાંકાનેર તાલુકામાં મજૂરની માહિતી પોલીસને ન આપનારા વધુ પાંચ શખ્સો સામે ગુના નોંધાયા

મોરબીમાં બહારથી કામ માટે આવતા લોકોની માહિતી કારખાનેદાર પોતાની પાસે રાખે તેમજ પોલીસને આપવામાં આવે તેના માટે છેલ્લા ઘણા વર્ષોથી કહેવામા આવે છે તો પણ તેની અમલવારી કરવામાં આવતી નથી જેથી કરીને પોલીસે દ્વારા જિલ્લા કલેકટરના જાહેરનામાની ચુસ્તપણે અમલવારી શરૂ કરવામાં આવી છે અને મજૂરનાં આઈડી ફ્રૂડ ન લેનારા તેમજ મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં માહિતી અપલોડ ન કરનારા સામે ગુના નોંધવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને વધુ પણ શખ્સોની સામે ગુના નોંધવામાં આવેલ છે

મોરબીના સોખડા ગામના પાટીયા પાસે શુકન માઇક્રોન મિનરલ એલએલપી સિરામિકના પાવડરના કારખાનામાં કામે રાખવામાં આવેલા મજૂરોના આઈડી પ્રૂફ લેવામાં આવેલ ન હતા અને તેની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં આપવામાં આવી ન હતી જેથી જાહેરનામાનો ભંગ કરનારા પ્રવીણભાઈ રવજીભાઈ ફુલતરીયા જાતે પટેલ (૩૮) રહે. ફ્લોરા સોસાયટી મોરબી-૨ વાળાની સામે ગુનો નોંધીને તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી આવી જ રીતે નીચી માંડલ ગામ પાસે આવેલ ઓએસપી સિરામિક નામના ટાઇલ્સ કટીંગના કારખાનામાં કામે રાખવામાં આવેલા મજૂરોના આઈડી પ્રૂફ લીધેલ ન હતા અને પોલીસની મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં માહિતી અપલોડ કરવામાં આવી ન હતી જેથી હાલમાં મોરબી તાલુકા પોલીસ દ્વારા જઈસુભાઈ વિઠ્ઠલભાઈ ભાલોડીયા જાતે પટેલ (૩૪) રહે. ચાચાપર વાળાની સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધાયો છે તો સોખડા ગામ પાસે આવેલ સુનિલ એન્ટરપ્રાઇઝ નામના સીરામીક પાવડરના કારખાનાની અંદર કામે રાખવામાં આવેલા મજૂરોના આઈડી પ્રૂફ લેવામાં આવ્યા ન હતા અને તેની માહિતિ પોલીસની મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં માહિતી અપલોડ ન કરનાર રેનીશભાઈ રહીમભાઈ પંજવાણી જાતે ખોજા (૨૬) રહે. કુબેરનગર અક્ષરધામ પાર્ક મોરબી વાળાની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી

મોરબી વાંકાનેર હાઇવે ઉપર ઢુવા ગામ પાસે આવેલ સીરામીક કારખાનાની અંદર કામે રાખવામાં આવેલા મજૂરોના કોઈ આઈડી પ્રૂફ ન રાખીને તેમજ પોલીસની મોરબી  એસયોર્ડ એપ્લિકેશનમાં તેની કોઈ વિગત ન આપીને જાહેરનામાનો ભંગ કરવા બદલ કોન્ટ્રાકટર સંજયભાઈ મગનલાલ મારવાણીયા જાતે પટેલ (૩૭) રહે. વૈભવનગર બ્લોક નં-૨૮ વાળાની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી આવી જ રીતે ઢુવા પાસે આવેલ જયસન સિરામિક કારખાનાની અંદર પણ પરપ્રાંતીય મજૂરોને કામે રાખવામાં આવ્યા હતા અને તે મજૂરોના આઈડી પ્રૂફ લેવામાં ન આવ્યા હતા અને પોલીસની એપ્લિકેશનમાં તેની માહિતી અપલોડ કરવામાં આવી ન હતી જેથી જાહેરનામાનો ભંગ થતો હોય કોન્ટ્રાકટર પ્રવીણભાઈ વાઘજીભાઈ સુમેસરા (૩૭) રહે. આંબેડકરનગર શેરી નં-૨ વાંકાનેર વાળાની સામે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News