વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી સેંટમેરી સ્કુલ પાસેના ફાટકે ૬૩.૮૫ કરોડના ખર્ચ રેલ્વે ઓવરબ્રીજ  મંજુર: બ્રિજેશ મેરજા


SHARE









મોરબી સેંટમેરી સ્કુલ પાસેના ફાટકે ૬૩.૮૫ કરોડના ખર્ચ રેલ્વે ઓવરબ્રીજ  મંજુર: બ્રિજેશ મેરજા

મોરબી નગરપાલિકા અને સ્ટેટ હાઈવે વિસ્તારમાં આવતા રેલ્વે સ્ટેશનની નજીક સેંટ મેરી ફાટક તરીકે ઓળખાતા નવલખી તરફ જતા રસ્તામાં શહેરના રસ્તા ઉપર સતત ટ્રાફિક રહેતો હતો અને વારંવાર આ સેંટમેરી ફાટક રેલ્વે ટ્રાફિકના અવર જવરને કારણે બંધ કરવુ પડતુ હતું. આ સમસ્યા અંગે નગરપાલિકાના હોદ્દેદારોએ અને શહેર સંગઠને  મોરબીના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજા સમક્ષ રજૂઆતો કરેલી હતી

જે અન્વયે મંત્રીએ  ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશનમાં  નગરપાલિકા દ્વારા જરૂરી દરખાસ્ત કરાવેલી અને વડોદરાની એજન્સી દ્વારા તેનો  ફિઝીબીલીટી રિપોર્ટ સત્વરે બને  એવું ફોલોઅપ કરાવેલ છે આમ સતત  આ કામને પરિણામ લક્ષી બનાવવા  કરવામાં આવેલી મહેનત લેખે લાગી છે અને પરિણામે સેંટમેરી પાસેના નવલખી તરફ જતા રસ્તામાં  રેલ્વે સ્ટેશન નજીક આવેલ ફાટક એલસી ૩૪બી ઉપર રૂપિયા ૬૩.૮૫ કરોડના ખર્ચે રેલ્વે ઓવરબ્રિજ ટુ લેન્ડને શહેરી વિકાસ ખાતું સંભાળતા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મંજૂરી આપેલ છે.

તે બદલ રાજ્ય કક્ષાના મંત્રી બ્રિજેશ મેરજાએ મોરબીના નાગરિકો, નગરપાલિકા અને સંગઠન વતી મુખ્યમંત્રીનો આભાર માન્યો છે. મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કારોબારીના ચેરમેન સુરેશભાઈ દેસાઈ, શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા અને તમામ મહામંત્રીઓએ મોરબીના ધારાસભ્ય  બ્રિજેશ મેરજા દ્વારા મોરબી શહેરની પ્રજાની આ ફાટક બંધ રહેતું હોવાથી થતી મુશ્કેલીઓ નિવારવા તાત્કાલિક રેલવે ઓવરબ્રિજ મંજૂર કરાવલે છે તે બદલ  ખાસ આભાર વ્યકત કરેલ છે




Latest News