મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત મોરબીના લાલપર ગામે ઇશાન કોમ્પ્લેક્ષમાં જુગાર રમતા પાંચ પકડાયા: 1 લાખથી વધુની રોકડ કબજે મોરબીમાં વધુ એક હત્યા : રંગપર નજીક મહિલાનું મર્ડર, છ માસના ટૂંકા ગાળામાં ૧૨ જેટલી હત્યાથી ભયનો માહોલ
Breaking news
Morbi Today

હળવદમાં ડબલ સવારી બાઈક ડિવાઈડર સાથે અથડાતાં નીચે પડેલા યુવાન ઉપર ટ્રક ફરી જતાં મોત


SHARE









હળવદમાં ડબલ સવારી બાઈક ડિવાઈડર સાથે અથડાતાં નીચે પડેલા યુવાન ઉપર ટ્રક ફરી જતાં મોત

હળવદમાં આવેલ જીઆઇડીસી પાસેથી ડબલ સવારી બાઈક પાસર થતું હતું ત્યારે ધ્રાગધ્રાથી હળવદ આવતું બાઇક ડિવાઈડર સાથે અથડાયું હતું જેથી બંને યુવાન રસ્તા ઉપર પડ્યા હતા ત્યારે એક યુવાન ઉપર પાછળના ભાગમાં આવી રહેલા ટ્રકના ટાયર ફરી વળ્યા હતા જેથી કરીને તેનું મોત નીપજયું હતું આ બનવાની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

હળવદ શહેરના બસ સ્ટેન્ડ પાસે રહેતા બે યુવાનો ડબલ સવારી બાઈકમાં ધ્રાગધ્રાથી હળવદ બાજુ આવી રહ્યા હતા ત્યારે હળવદમાં આવેલ જીઆઇડીસી સામેના ભાગમાં રોડ ઉપર અકસ્માતનો બનાવ બન્યો હતો અને બાઈક ડિવાઈડર સાથે અથડાયા બાદ બાઇકમાં બેઠેલ અશોકભાઈ દિલીપભાઈ રાજપરા રહે. બસ સ્ટેન્ડ પાછળ હળવદ વાળો રોડ ઉપર નીચે પડ્યો હતો દરમ્યાન પાછળ આવી રહેલ ટ્રક તે યુવાન ઉપર ફરી ગયો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને આ બનાવમાં ઇજા પામેલ કેશાભાઈ કાનાભાઈ પરમારને ગંભીર ઇજા થાત તેને સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં લઈ ગયા છે હાલમાં આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને અકસ્માત સર્જીને નાસી ગયેલા ટ્રક ચાલકને શોધવા માટે અને ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News