મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ૩.૧૬ લાખ પાણીના પાત્રોની તપાસ કરી ૬.૫ હજારથી વધુ મચ્છર ઉત્પતિ સ્થાનોનો નાશ કરાયો


SHARE











મોરબી જીલ્લામાં ૩.૧૬ લાખ પાણીના પાત્રોની તપાસ કરી ૬.૫ હજારથી વધુ મચ્છર ઉત્પતિ સ્થાનોનો નાશ કરાયો

સમગ્ર ગુજરાત સાથે મોરબી જિલ્લામાં પણ સર્વત્ર મેઘ મહેર થઈ છે. જિલ્લામાં વરસાદી માહોલ પછી રોગચાળાના નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ રોગચાળા અટકાયતની પ્રવૃત્તિઓ હાથ ધરી છે. વરસાદી માહોલમાં માખી-મચ્છર જન્ય રોગો વધારે પ્રમાણમાં ફેલાય છે. મચ્છરના ઉપદ્રવને અટકાવવા માટે મચ્છરના પોરાનાશક કામગીરી અંતર્ગત ૩,૧૬,૯૫૭ પાણીના પાત્રોની તપાસ કરવામાં આવી છે. જે પૈકી ૧,૦૮૦ પાત્રોમાં પોરા જોવા મળતા તેમનો એબેટ પદ્ધતિથી નાશ કરવામાં આવ્યા અને ઘરની બહારના ૫,૫૯૯ મચ્છર ઉત્પતિ સ્થાનોનો નાશ કરાયો છે.

આ સર્વેલન્સ કામગીરી દરમ્યાન ૭૯૪ પાણીના સેમ્પલ લઇ ક્લોરીનની માત્રાની તપાસણી કરવામાં આવી હતી. ઉપરાંત સર્વેલન્સ દરમ્યાન ૩૪ ઝાડાના કેસ મળી આવતા સ્થળ પર સારવાર આપવામાં આવી છે. સર્વે દરમિયાન ૧૬,૦૦૦ ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને હાલ પાણીજન્ય રોગચાળો જેવો કે કોલેરા, મરડો, ટાઈફોઈડ, ઝાડા-ઉલ્ટી, કમળો જેવા રોગ ફેલાવવાની સંભાવનાઓ વધી જાય છે. આ તમામ રોગના અટકાયતી પગલાનાં ભાગરૂપે પાણીમાં કલોરીનેશનનું પ્રમાણ માપવું જરૂરી બની જાય છે. જેથી આરોગય વિભાગ દ્વારા ક્લોરીનનું પ્રમાણ માપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યાં યોગ્ય માત્રામાં ક્લોરીન વાળું પાણી ન જણાય ત્યાં ક્લોરીન ટેબલેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો  છે. આ ઉપરાંત જિલ્લાના કોઈપણ વિસ્તારમાં રોગચાળો જણાય તો તે અંગેના સંદેશાઓની આપ-લે માટે આરોગ્ય વિભાગ દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યું છે. જરૂર પડ્યે જનાતાને વર્ષાઋતુ કંટ્રોલ રૂમના નં. ૦૨૮૨૨-૨૯૯૧૧૭ અથવા ૦૨૮૨૨-૨૯૯૧૧૫ પર સંપર્ક કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જે.એમ.કતીરા દ્વારા જણાવાયું છે






Latest News