મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે આઇસરે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત


SHARE









મોરબીના લાલપર પાસે આઇસરે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત

મોરબી નજીકના લાલપર ગામ પાસે આઇસર ચાલકે બાઈકને લીધું હતું જેથી કરીને યુવાનને ઇજા થઈ હતી અને ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં લઈ જવામાં આવ્યો હતો જોકે, સારવાર કારગત ન નિવડતાં તે યુવાનો મોત નિપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવમાં હાલમાં મૃતક યુવાનના પત્નીએ આઇસર ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં મેલડી માતાજીના મંદિર પાસે રહેતા રેશમાબેન ફારુકભાઈ મોવર (ઉંમર ૨૫) એ હાલમાં આઇસર નંબર જીજે ૧૩ એડબલ્યુ ૫૬૬૬ ના ચાલકની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓના પતિ ફારુકભાઈ ઈસ્માઈલભાઈ મોવર પોતાનું બાઈક નંબર જીજે ૩૬ એન ૫૮૬૩ લઈને મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામ પાસે શ્રીજી સિરામિક સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આઇસરના ચાલાકે તેના પતિના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને તેઓના પતિને માથા અને પેટના ભાગે ગંભીર ઇજાઑ થઈ હતી અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા જોકે સારવાર કારગત નહીં નિવડતા તે યુવાનનું મોત નીપજ્યું છે અને હાલમાં મૃતક યુવાનના પત્નીએ આઇસરના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News