મોરબી જીલ્લામાં ૩.૧૬ લાખ પાણીના પાત્રોની તપાસ કરી ૬.૫ હજારથી વધુ મચ્છર ઉત્પતિ સ્થાનોનો નાશ કરાયો
જીતુભાઈ સોમાણી સામે આંગળી કરી તો કાંડા કાપી નાખીશું: મોરબીના રઘુવંશી એકતા મહાસંમેલનમાં લોહાણા સમાજનો હુંકાર
SHARE
જીતુભાઈ સોમાણી સામે આંગળી કરી તો કાંડા કાપી નાખીશું: મોરબીના રઘુવંશી એકતા મહાસંમેલનમાં લોહાણા સમાજનો હુંકાર
મોરબીના રાજપર ગામે રઘુવંશી ક્રાંતિ મંચના નેજા હેઠળ રઘુવંશી એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોહાણા સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને ત્યારે લોહાણા સમાજ સાથે જે અન્યાય કરવામાં આવી રહ્યો છે તેને લઈને આગેવાનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ખાસ કરીને વાંકાનેરના જીતુભાઈ સોમાણી સાથે જે રીતે સ્થાનિક રાજકીય આગેવાનો દ્વારા કિન્નાખોરી રાખવામા આવી રહી છે તેને લઈને લોહાણા સમાજના આગેવાનોએ કહ્યું હતું કે, જીતુભાઈ એકલા નથી તેની સાથે આખો સમાજ ઊભો છે અને જો તેની સામે આંગળી કરી તો કાંડા કાપી નાખીશું
મોરબીના રાજપર ગામે રઘુવંશી ક્રાંતિ મંચના નેજા હેઠળ રઘુવંશી એકતા મહાસંમેલન યોજાયું હતું જેમાં ન માત્ર મોરબી જિલ્લામાંથી પરંતુ અમદાવાદ, રાજકોટ, જામનગર, જુનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોહાણા સમાજના આગેવાનો અને લોકો હાજર રહ્યા રહ્યા હતા ત્યારે રઘુવંશી ક્રાંતિ મંચના અધ્યક્ષ ડો.ધર્મેશભાઈ ઠક્કર, ઉપધ્યક્ષ મહેશભાઇ, જસદણ પાલિકાના ચેરમેન સોનલબેન, ચલાલા પાલિકાના પ્રમુખ પ્રકાશભાઈ, ચંદ્રેશભાઈ સહિતના આગેવાનો દ્વારા સભાને સંબોધવામાં આવી હતી ત્યારે ખાસ કરીને ન માત્ર મોરબી જીલ્લામાં પરંતુ જુદાજુદા જિલ્લા અને તાલુકામાં લોહાણા સમાજના સ્થાનિક આગેવાનોની સાથે રાજકીય પક્ષના આગેવાનો દ્વારા કેવી રીતે કિન્નાખોરી રાખવામા આવી રહી છે તેની આગેવાનોએ વાત કરી હતી અને કહ્યું હતું કે, જો કોઈ પક્ષને એમ હોય કે ટિકિટ નહિ આપીએ તો લોહાણા સમાજ અપક્ષમાં પણ ફૂટી તાકાતથી ચુંટણીમાં જંપલાવશે
આ તકે ચલાલા પાલિકાના પ્રમુખ પ્રકાશભાઈએ કહ્યું હતું કે, જીતુભાઈ સોમાણી લોહાણા સમાજના સાવજ છે અને જો કોઈ તેની સામે આંગળી કરશે તો તેના કાંડા કાપી નાખીશું તો રઘુવંશી ક્રાંતિ મંચના અધ્યક્ષ ડો.ધર્મેશભાઈ ઠક્કરે કહ્યું હતું કે, રાજકીય પક્ષના આગેવાનો છેલ્લા ઘણા વર્ષોથી લોહાણા સમાજને પરચુરણ સમાજ ગણે છે તેને કહી દેજો કે એકતા મહાસંમલેન રદ કરાવવા માટે જે શખ્સોએ જહેમત ઉઠાવી હતી તે કાન ખોલીને સાંભળી કે લોહાણા સમાજ વચન પાળવા માટે જાણીતો છે અને હવે કોઈપણ નિર્ણય લેવામાં આવે તે પહેલા મોરબીના એકતા મહાસંમેલનમાં હાજર રહેલી જનમેદનીને ધ્યાને લઈને નિર્ણય કરજો કેમ કે, તમે નહીં કહો તો પણ આઇબીના રિપોર્ટ દિલ્હી પહોચી ગયા છે
અત્રે ઉલેખનીય છે કે, લોહાણા સમાજના મહિલા આગેવાન વાંકાનેર પાલિકામાં પ્રમુખ પદે છે તે પાલિકાને છેલ્લા ઘણા સમયથી સુપરસિડ કરવા માટેના કાવતરા કરવામાં આવી રહયા છે જો કે, પાલિકાના પ્રમુખ સહિતના સભ્યો એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરતાં નથી તો પણ તેને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે, હેરાન કરવામાં આવે છે, જેથી અગાઉ જીતુભાઈ સોમાણીની આગેવાનીમાં વાંકાનેરમાં સર્વજ્ઞાતિનું મહાસંમેલન યોજવામાં આવ્યું હતું ત્યાર બાદ મોરબીના રાજપર ગામે રઘુવંશી ક્રાંતિ મંચના નેજા હેઠળ એકતા મહાસંમેલન રાખવામા આવ્યું હતુ
જે સભાને સંબોધતા વાંકાનેરના આગેવાન જીતુભાઈ સોમાણીએ કહ્યું હતુ કે, સમાજથી કોઈ મોટું નથી અને જો સમાજ સંગઠિત હશે તો કોઈના બાપની તાકાત નથી કે લોહાણા સમાજના આગેવાનોની સામે જોઈ શકશે નહીં મોરબીના માધાપર ગામે સર્વે નંબર ૧૧૮૦ ની જમીન શ્રી સરકાર થઈ ગયેલ છે તે જમીન ઉપર રાજકીય માથાઓ દ્વારા બિલ્ડીંગ બનાવી નાખવામાં આવે છે અને દસ્તાવેજ પણ થવા લાગ્યા છે આ જમીન કૌભાંડ કોના આશીર્વાદથી કરવામાં આવ્યું છે અને તેમાં કોણ કોણ સંડોવાયેલા છે તે સવાલ છે જો કે, વાંકાનેર પાલિકા ભ્રષ્ટાચાર મુક્ત કામગીરી કરે છે તો પણ લોહાણા સમાજના મહિલા પ્રમુખ પદે હોવાથી વારંવાર સરકારમાંથી નોટિસો આપવામાં આવે છે જેથી કરીને પાલિકા પ્રમુખ સરકારમાં એવો જવાબ આપ્યો છે કે, વાંકાનેર પાલિકામાં અપક્ષની બોડી હોવાથી તેને સરકાર સુપરસિડ કરવા માંગે છે માટે વારંવાર નોટિસો આપવામાં આવી રહી છે









