મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમ યોજાયો


SHARE









વાંકાનેર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેર દ્વારા ગુરુ વંદના કાર્યક્રમનું આયોજન વાંકાનેરના ગાયત્રી મંદિરે કરવામાં આવ્યું હતું ત્યારે ગુરુ પૂજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગાયત્રી શક્તિપીઠના મહંત પૂજ્ય અશ્વિન બાપુ, વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, વાંકાનેરના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે.જી.વોરા, વાંકાનેર તાલુકાના નવનિયુક્ત બીઆરસી મયુરસિંહ, મુખ્ય પ્રવક્તા ભરતભાઈ બરાસરા સહિતના હાજર રહ્યા હતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેર તાલુકાના અધ્યક્ષ અશોકભાઈ સતાસિયા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગુરુ વંદના કાર્યક્રમમાં મુખ્ય પ્રવક્તા ભરતભાઈ બરાસરા દ્વારા ગુરુનું સ્થાન, ગુરુનું મહત્વ આજના સમાજમાં કેવું હોવું જોઈએ તેની સચોટ અને પ્રેરણાદાય માહિતી આપી હતી અને હિન્દુ સંસ્કૃતિમાં ગુરુઓનો શું મહિમા હતો અને હાલના સમયમાં શું મહિમા છે.તેનો ભેદ સમજાવ્યો હતી તો ટી.પી.ઓ. ડો.જે.જી.વોરાએ હિન્દુ ધર્મમાં ગુરુ વિશેની વ્યાખ્યા શું છે? તે સમજવ્યું હતું અને મહંત અશ્વિન બાપુએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું આ તકે અશોકભાઈ સતાસીયા દ્વારા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મહિલા પાંખના અધ્યક્ષ ડૉ. લાભુબેન કારાવદરાનું રાજ્ય લેવલે કાર્યોની નોંધ લેવામાં આવી અને સુરેન્દ્રનગર વિભાગ મહિલા સહ સંગઠન મંત્રી તરીકે વરણી થતા સન્માન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમનું સફળ સંચાલન હસમુખભાઈ મકવાણાએ કર્યું હતું




Latest News