મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં માતા-પિતાની શ્રદ્ધાંજલીએ દાન અર્પણ કરતો કાલરીયા પરિવાર


SHARE









મોરબીમાં માતા-પિતાની શ્રદ્ધાંજલીએ દાન અર્પણ કરતો કાલરીયા પરિવાર

મોરબીમાં લોકો જન્મદિવસ હોય, વર્ષગાંઠ હોય,દિકરા-દીકરીના લગ્ન પ્રસંગ હોય,સારા માઠા પ્રસંગે કંઈકને કંઈક દાન કરતા હોય છે, કંઈકને કંઈક સારી પ્રવૃત્તિઓ કરતા હોય છે ત્યારે શાપર ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા જયેશભાઇ કાલરીયાના માતા પ્રભાબેનનું હૃદયરોગના હુમલાથી અવસાન થતા પિતા સ્વ.ગોવિંદભાઇ મનજીભાઈ કાલરિયાના સ્મરણાર્થે રૂપિયા 51000 તથા માતા સ્વ.પ્રભાબેન ગોવિંદભાઇ કાલરિયાના સ્મરણાર્થે  રૂપિયા 51000 એમ કુલ રૂપિયા એક લાખ રૂપિયાની ધનરાશી ઉમિયા માનવ મંદિર ટ્રસ્ટમાં દાન અર્પણ કરી કાલરીયા પરિવારે સ્તુત્ય પગલું ભર્યું છે, પ્રેરણાદાયી પહેલ કરવા બદલ ઉમિયા માનવ સેવા ટ્રષ્ટના મંત્રી પી.એલ.ગોઠીએ ઉમિયા માતાજીની પ્રસાદીરૂપે કહીશ પહેરાવી કાલરિયા ગીરીશભાઈ ગોવિંદભાઇ, કાલરિયા જયેશભાઇ ગોવિંદભાઇ,કાલરિયા આસિતભાઈ ગોવિંદભાઇ વગેરેનું સન્માન કર્યું હતું.




Latest News