મોરબીમાં માતા-પિતાની શ્રદ્ધાંજલીએ દાન અર્પણ કરતો કાલરીયા પરિવાર
માળીયા (મી)ના સરવડ-મોટા દહીંસરામાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનું સ્વાગત કરાયું
SHARE









માળીયા (મી)ના સરવડ-મોટા દહીંસરામાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનું સ્વાગત કરાયું
માળીયા તાલુકાના સરવડ અને મોટા દહીસરા ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા પહોચી હતી ત્યારે ગામના લોકો તેમાં જોડાયા હતા અને લોકો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતુ સાથે વંદે ગુજરાત વિકાસ યાત્રામાં જરૂરીયાતમંદ લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોથી લાભાન્વિત કર્યાં હતા. આ તકે જીલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયા, મહામંત્રી જેસંગભાઈ હુંબલ, જેન્તીભાઇ પડસુંબિયા, માળીયા તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠોડ, માળીયા તાલુકા ભાજપ પ્રમુખ મણિલાલ સરડવા, તાલુકા પંચાયતના સભ્યો ચંદુભાઈ લાવડીયા, સંજયભાઈ ભીલ, કારોબારી ચેરમેન નિર્મલસિંહ જાડેજા, અશોકભાઈ બાવરવા, યુવા મોરચા પ્રભારી પરિમલભાઈ ઠક્કર, બક્ષીપંચ મોરચા મહામન્ત્રી ધનેશ્વરભાઈ વ્યાસ, લક્ષમીવાસ સરપંચ પ્રાણજીવનભાઈ કાવર, મોટા દહીસરા સરપંચ જસાભાઇ ડાંગર, અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ કેશવજીભાઈ ઝાલા, કિશાન મોરચા પ્રમુખ નિલેશભાઈ સંઘાણી, પરેશભાઈ રૂપાલા, તેમજ મામલતદાર, ટીડીઓ, ડો. બાવરવા, પ્રાથમિક અને હાઇસ્કૂલના આચાર્ય, ગામ સરપંચ અને ઉપસરપંચ તેમજ અન્ય અધિકારી અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
