ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના ૮૦૦ થી વધુ સિરામિક યુનિટ ૧૦ ઓગસ્ટથી એક મહિનો બંધ: સિરામિક એસો.


SHARE







મોરબીના ૮૦૦ થી વધુ સિરામિક યુનિટ ૧૦ ઓગસ્ટથી એક મહિનો બંધ: સિરામિક એસો.

મોરબીની આસપાસના વિસ્તારમાં સીરામીકના નાના મોટા ૮૦૦ થી વધુ યુનિટ આવેલા છે જે આગામી તારીખ ૮ ઓગસ્ટ થી એક મહિના સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે અને મોરબી સિરામિક એસોસિયેશનના પ્રમુખો દ્વારા સભ્યો સાથે મિટિંગો કરીને સર્વસંમતિથી એક મહિનો ઉદ્યોગને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવેલ છે જેથી એક મહિના સુધી મોરબીના સિરામિક કારખાનોમાં મલનું ઉત્પાદન બંધ રાખવામા આવશે

સામાન્ય રીતે બજારમાં માંગ હોય અને માલનું ઉત્પાદન કરવામાં આવે તો તેના પૂરતા ભાવ મળતા હોય છે જોકે, બજારમાં માંગ ન હોય અને જો ઉત્પાદન વધી જાય તો ઉત્પાદનનું પ્રમાણ વધવાના કારણે માલની કિંમતમાં ઘટાડો થતો જોવા મળતો હોય છે આવી જ રીતે હાલમાં મોરબી સિરામિક ઉદ્યોગની અંદર પણ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટમાં માલની માંગમાં તોતિંગ ઘટાડો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને ઇન્ટરનેશનલ માર્કેટમાં કન્ટેનરના ભાડા, ગેસના ભાવ સહિતના પ્રશ્નો છે તેની સાથોસાથ ડોમેસ્ટિક માર્કેટની જો વાત કરીએ તો દેશના જુદા જુદા રાજ્યની અંદર વરસાદ અને બાંધકામ ક્ષેત્રે મંદીના લીધે માલની ડિમાન્ડમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે

 

ત્યારે મોરબી વિટ્રીફાઇડ એસો. પ્રમુખ મુકેશભાઇ કુંડારિયાએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે, મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા સંયુક્ત રીતે આગામી તારીખ ૧૦ ઓગસ્ટ થી ૧૦ સપ્ટેમ્બર સુધી એક મહિનો મોરબીના તમામ સિરામિક કારખાનાઓને બંધ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવેલ છે અને આ નિર્ણય લેતા પહેલા મોરબી સિરામિક એસોસિયેશનના હોદ્દેદારો દ્વારા મોરબીના દરેક સિરામિક ઉદ્યોગકારો સાથે સંયુક્ત મિટિંગ કરવામાં આવી હતી અને બાદમાં કારખાનાઓને બંધ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે

મોરબી ફ્લોર ટાઇલ્સ એસો. પ્રમુખ વિનોદભાઇ ભાડજા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, મોરબીના  સિરામિક ઉદ્યોગકારો ગુજરાત ગેસ કંપની સાથે કરાર કરીને ગેસ મેળવતા હોય છે તેને લઈને કોઈ પ્રશ્ન ઊભા ન થાય તે માટે ગેસ કંપનીને પણ એડવાન્સમાં જાણ કરી દેવામાં આવી છે કે, એક મહિના સુધી મોરબીના સિરામિક ઉદ્યોગમાં વેકેશન છે જેથી કરીને ગેસ કંપની પણ તેના મેન્ટેનન્સ સહિતના કામો પૂરા કરી શકશે અને એક મહિના બાદ જ્યારે મોરબીનો સિરામિક ઉદ્યોગ ફરી કાર્યરત થાય ત્યારે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટમાં સારી ડિમાન્ડ હશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે

મોરબી સેનેટરી વેર્સ એસો.ના પ્રમુખ કિરીટભાઇ ઓગણજા  સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, સામાન્ય રીતે ચોમાસામાં ખેતીની સિઝન હોય છે જેથી સિરામિકના મજૂરો પોતાના વતનમાં જતાં રહેતા હોય છે અને કારખાના ચલાવવા માટે ઓગસ્ટ માહિનામાં મજૂરોના પ્રશ્નો ઊભા થતાં હોય છે જેથી એસો.ના દરેક સભ્યની સાથે સંયુક્ત મિટિંગ કરીને ઓગસ્ટ માહિનામાં કારખાના દર વર્ષે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે અને કારખાના બંધ રહેવાથી કોઈ મજૂરી હેરાન થશે નહીં વર્ષમાં સામાન્ય રીતે એક મહિનો કારખાનના મેન્ટેનન્સ માટે બંધ રાખવામા આવતા જ હોય છે જો કે, હવે સંયુક્ત રીતે નક્કી કરીને એક સાથે ઉદ્યોગકારો કારખાના બંધ રાખશે






Latest News