મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં અનુસુચિત જાતિની વસ્તી માટે યોગ સેમિનારનું આયોજન


SHARE









મોરબી જીલ્લામાં અનુસુચિત જાતિની વસ્તી માટે યોગ સેમિનારનું આયોજન

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં અનુસુચિત જાતિની વસ્તી ધરાવતા એક તાલુકા મથક ખાતે યોગ સેમિનારનું આયોજન વિનામૂલ્યે હાથ ધરવામાં આવનાર છે. યોગમાં રસ ધરાવતા અનુસુચિત જાતિના ઉમેદવારોએ જિલ્લા રમત વિકાસ અધિકારીના મો. ૮૪૯૦૦૩૯૯૯૯ ઉપર સંપર્ક કરીને યોગ સેમિનાર માટેના પ્રવેશપત્ર મેળવી તેમાં સંપૂર્ણ વિગતો ભરીને તા.૨૨/૭  સુધીમાં જિલ્લા રમત વિકાસ અધિકારી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર રૂબરૂ અથવા ટપાલ મારફતે મોકલી આપવાના રહેશે. અને પસંદ થયેલ ઉમેદવારોને જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા યોગ સેમિનારનું સ્થળ અને તારીખની જાણ કરવામાં આવશે તેવું  જિલ્લા રમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

ઔદ્યોગિક ભરતી મેળો

રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા તા. ૨૨/૭ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે નવા રેલવે સ્ટેશન પાસે, સફર સંસ્થા, માળીયા ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં મોરબી  જિલ્લાઓના  ખાનગી ક્ષેત્રોના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ત્યારે ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોન મેટ્રીક/એસએસસી/એચએચસી/આઇટીઆઇ/સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફ, અધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે,  નિયત સમયે  અને તારીખે અચુક ઉપસ્થિત રહેવાનું રહેશે તેમ જિલ્લા રોજગાર અધિકારી બી.ડી.જોબનપુત્રાની યાદીમાં જણાવાયું છે.




Latest News