મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે જુગાર રમતા નવ પકડાયા


SHARE









મોરબીના જેતપર ગામે જુગાર રમતા નવ પકડાયા

મોરબીના જેતપર ગામે જાહેરમાં જુગાર રમવામાં આવતો હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી.ત્યારે જાહેરમાં જુગાર રમી રહેલા નવ પતાપ્રેમીઓની રોકડા રૂા.૨૬,૩૦૦ સાથે ધરપકડ કરવામાં આવી હતી.

જાણવા મળતી માહીતી મુજબ તાલુકા પોલીસ મથકના સ્ટાફને મળેલ બાતમીને આધારે તેઓએ જેતપર ગામે નવાપરા વિસ્તારમાં પાણીના ટાંકા પાસે રેડ કરી હતી કે જ્યાં જાહેરમાં જુગાર રમવામાં આવી રહ્યો હતો.ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમી રહેલા સાગર અમરસી માલણીયાત દેવીપુજક (૨૫), સુનિલ ઉર્ફે ભંગાર ઉકા દેગામાં (૨૪), મહેશ રામજી માલણીયાત દેવીપુજક (૨૧), દશરથ કિશોર સુમરખાણીયા કોળી (૨૧), રહે.શિવશક્તિ સિરામિક પાસે પાવડીયારી જેતપર રોડ, અરવિંદ હરજીવન હમીરપરા કોળી (૨૫), અસ્લમ હનીફ બુખારી સૈયદ (૨૨), ધર્મેન્દ્ર ઉર્ફે ધમો ગોકળ હમીરપરા કોળી (૩૦), મહેશ ધનજી સાંતોલીયા કોળી (૩૪) અને ભાવેશ બાબુ સીતાપરા પટેલ (૩૩) રહે.બધા જેતપર તા.જી.મોરબી વાળાઓ જાહેરમાં જુગાર રમી રહ્યા હોય નવેય ઇસમોની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને રોકડા રૂા.૨૬,૩૦૦ સાથે તમામની ધરપકડ કરવામાં આવી હતી.

યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાંથી આશરે ત્રીસેક વર્ષના અજાણ્યા યુવાનને ઇજાગ્રત હાલતમાં ૧૦૮ વડે અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને અહીં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.હાલ બનાવ અંગે નોંધ થતા બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા આ અંગે આગળની તપાસ કરવામાં આવી રહી છે.

દવા પી જતા સારવારમાં

માળિયા મીંયાણા તાલુકાના જસાપર ગામે રહેતો બલવીર માવજીભાઇ કાનગડ નામનો ૩૭ વર્ષીય યુવાન વાડીએ કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હતો.જેથી કરીને તેને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના ઉમિયાનગર વિસ્તારમાં રહેતો કલ્પેશ બીલાવલ નામનો નવ વર્ષનો બાળક અકસ્માતે પડી જતા ઇજાઓ થવાથી તેને પણ સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

 




Latest News