મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ નં. ૧ અને ૧૧ માં પાણીનો પ્રશ્ન ઉકેલવા સંપ અને ઓવરહેડ ટાંકી બનશે


SHARE









મોરબીના વોર્ડ નં. ૧ અને ૧૧ માં પાણીનો પ્રશ્ન ઉકેલવા સંપ અને ઓવરહેડ ટાંકી બનશે

મોરબીના વોર્ડ નં ૧ તથા ૧૧ ની મધ્યમાં આવેલ જગ્યાએ પીવાના પાણીનો સંપ અને ઓવરહેડ ટાંકી બનાવવા માટે  અને બીજી ટાકી સુરજબાગ ખાતે બનાવવાની હોય તેના માટે એન્જીનીયર અને તેમના સ્ટાફને સાથે રાખીને પાલિકાના પદાધિકારીઓ દ્વારા સર્વેનું કામ કરવામાં આવી રહ્યું છે અને કામ થઈ જવાથી આજુબાજુની સોસાયટી તેમજ છેવાડાના વાડી વિસ્તાર સુધી પાલિકા દ્વારા પાણી પહોચડવામાં આવશે આ કામગીરી ઝડપથી કરવામાં આવે તે માટે મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી બ્રીજેશભાઈ મેરજાએ સબંધિત વિભાગને સૂચન આપેલ છે ત્યારે મોરબી પાલિકાના પ્રમુખ કે.કે. પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, પવડી ચેરમેન દેવાભાઈ અવાડિયા અને ચીફ ઓફિસર સહિતના સંકલન કરીને કામગીરી કરી રહ્યા છે અને રૂબરૂ સ્થળ પર જઇને પાણીનો પ્રશ્ન કાયમી ધોરણે ઉકેલવા માટેની દિશામ કામ કરવામાં આવી રહ્યું છે અને સર્વે કરવામાં આવી રહ્યો હતો ત્યારે વોર્ડના સદસ્ય માવજીભાઈ કંઝારિયા, રોહિતભાઈ કંઝારિયા, અમિતભાઈ ગામી, રાજુભાઈ રામાવત સહિતના સાથે રહ્યા હતા




Latest News