વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં લમ્પી રોગ નિયંત્રણ માટે જિલ્લામાં ૨૫ હજારથી વધુ પશુઓને વેક્સીનના ડોઝ અપાયા


SHARE









મોરબીમાં લમ્પી રોગ નિયંત્રણ માટે જિલ્લામાં ૨૫ હજારથી વધુ પશુઓને વેક્સીનના ડોઝ અપાયા

લમ્પી ડીસીઝના પગલે પશુપાલન વિભાગ અને ૧૨ મોબાઈલ પશુ દવાખાના તથા ૧ કરૂણા એમ્યુલન્સની ટીમ ખડે પગે : બેનર્સ, પોસ્ટર્સ, જન સંપર્ક તેમજ મીડિયાના માધ્યમથી પશુપાલકોને જાગૃત કરવા જુંબેશ હાથ ધરાઈ

હાલ ગુજરાતમાં જોવા મળી રહેલા ગાયો-ભેંસોમાં લમ્પી ડિસીઝના સંદર્ભે સાવચેતીના ભાગરૂપે મોરબી જિલ્લામાં પશુપાલન વિભાગ તેમજ ૧૯૬૨ - મોબાઈલ પશુ દવાખાના સાથે પશુ સારવાર વાહન દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.

અત્યાર સુધી મોરબી જિલ્લાના ૮૫ જેટલા ગામમાં ૨૬૭ પશુઓમાં લમ્પી રોગ જોવા મળ્યો છે. જ્યાં તમામ પશુઓની ૧૯૬૨ - મોબાઈલ પશુ દવાખાના તેમજ પશુ દવાખાનાની ટીમ દ્વારા સારવાર કરવામાં આવી છે. પશુઓમાં આ રોગ પ્રવેશ ન કરે તે માટે રસીકરણ ઝુંબેશ પણ હાથ ધરાઈ છે. જે હેઠળ અત્યાર સુધી પશુપાલન વિભાગ દ્વારા ૧૩,૪૫૦ તેમજ દુધ મંડળીઓ દ્વારા ૧૧,૯૪૦ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યુ છે.મોરબી તાલુકામાં ૯૦, ટંકારા તાલુકામાં ૧૫૦, વાંકાનેર તાલુકામાં ૧૫ અને હળવદ તાલુકામાં ૧૨ એમ જિલ્લામાં કુલ ૨૬૭ કેસ નોંધાયા છે. જેની સામે મોરબી તાલુકામાં ૪,૫૬૦, ટંકારા તાલુકામાં ૧૦,૧૮૫, વાંકાનેર તાલુકામાં ૪,૦૪૦, હળવદ તાલુકામાં ૬,૧૮૨ અને માળિયા તાલુકામાં ૪૦૦ મળી જિલ્લામાં કુલ ૨૫,૩૬૯ થી વધુ પશુઓને રસી આપવામાં આવી છે.પશુપાલન વિભાગ દ્વારા પશુઓને સુરક્ષિત બનાવવા કવાયત હાથ ધરવામાં આવી છે.
 
ખાસ કરીને જે વિસ્તારમાં વધુ કેસ જોવા મળે છે તે પંથકમાં આસપાસના વિસ્તારમાં વેક્સિનેશન તેમજ સારવાર ઝડપી મળી રહે તે માટે પશુપાલન વિભાગ અને ૧૨ મોબાઈલ પશુ દવાખાના તથા ૧ કરૂણા એમ્યુલન્સની ટીમ ખડે પગે છે. આ ઉપરાંત સહકારી સંસ્થાઓ, ડેરીઓ પણ પશુઓને વેક્સિનેશન આપાવાના કાર્યમાં જોડાયા છે.પશુપાલકો આ રોગ અંગે જાગૃત બને તે  માટે ગામડાઓમાં બેનર્સ, પેમ્પલેટ તેમજ જનસંપર્કના માધ્યમથી પશુપાલન વિભાગ દ્વારા પ્રસાર-પ્રચાર કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મીડિયાના માધ્યમથી પણ જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.આ  રોગ  માખી, મચ્છર, જૂ, ઇતરડી દ્વારા તથા સીધા સંપર્ક દ્વારા ફેલાતો હોઈ પશુઓની આસપાસ સાફ સફાઈ રાખવી,  પશુમાં આ  બીમારીના લક્ષણ જણાયે તેને અલગ રાખવું તેમજ તુરંત જ સારવાર માટે નજીકના દવાખાનમાં કે હેલ્પ લાઈન નંબર ૧૯૬૨ ને જાણ કરવી. આ રોગની સમયસર સારવાર કરાવવાથી રોગનું જોખમ ઘટી જાય છે.



Latest News