મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા
Breaking news
Morbi Today

હળવદના મોરબી હાઇવે ઉપર બાઈક સાથે બાઈક અથડાતા ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો


SHARE













હળવદના મોરબી હાઇવે ઉપર બાઈક સાથે બાઈક અથડાતા ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ ગોપાલનગર વિસ્તારમાં રહેતા ત્રિભોવનભાઈ રણછોડભાઈ સોનગ્રા નામનો દલવાડી યુવાન બાઈક લઈને પોતાના ઘરેથી ખેતર તરફ જતો હતો.ત્યારે મોરબી-હળવદ હાઇવે ઉપરથી પસાર થતા સમયે કોઇ અજાણ્યા વ્યક્તિના બાઈક સાથે તેમનું બાઈક અથડાતા ગંભીર ઇજાઓ થવાથી તેઓને મોરબીના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે સારવાર માટે લવાયા હતા.જ્યાં તેઓને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે આગળ લઈ જવામાં આવ્યા હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.બી ડિવિઝન પોલીસે આ બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.જ્યારે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા કલ્પેશ ભગવાનજી પરમાર નામના ત્રીસ વર્ષના યુવાનને અજાણ્યા લોકો દ્વારા માર મારવામાં આવતા તેને પણ સામાકાંઠે સમર્પણ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના ભરતનગર ગામે રહેતી જીનલ અનિલભાઈ ગોધાણી જાતે પટેલ નામની સાત વર્ષીય બાળકી એકટીવાના પાછળ બેસીને પોતાના પિતા સાથે જતી હતી ત્યારે મોરબીના નવા સાદુરકા ગામ પાસે તેમના એકટીવા આડે અચાનક અન્ય બાઇક આડુ ઉતરતા તેમનું એકટીવા સ્લીપ થઈ ગયું હતું.જેથી કરીને ઇજાઓ થવાથી જીનલને સારવારમાં ખસેડાઇ હતી.તેમજ મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામે રહેતા હંસાબેન દિનેશભાઈ કોળી નામની ૨૯ વર્ષની મહિલા બાઇકના પાછળના ભાગે બેસીને હળવદ હાઇવે ઉપરથી જતા હતા ત્યારે હળવદના કડીયાણા ગામે નજીક પેટ્રોલ પંપ પાસે તેઓ બાઈકમાંથી નીચે પડી જતા ઇજાઓ થવાથી તેઓને અત્રેની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

ફિનાઇલ પી જતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપરના મકનસર ગામે ગોકુલનગર વિસ્તારમાં રહેતા નીતાબેન ભાવેશભાઈ મેરામભાઇ વાઘેલા જાતે કોળી નામની ૨૫ વર્ષની મહિલાએ કોઈ કારણોસર તેના ઘરે ફીનાઈલ પી લેતા તેણીને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.તેણીનો લગ્નગાળો ચાર વર્ષનો હોવાનું જાણવા મળેલ છે.હાલ તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી દ્વારા બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.






Latest News