વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાંથી રોકડ-ગાડી લઈને ગુમ થયેલા યુવાને કર્યો ચોંકાવનાર ખૂલાશો !


SHARE









મોરબીમાંથી રોકડ-ગાડી લઈને ગુમ થયેલા યુવાને કર્યો ચોંકાવનાર ખૂલાશો !

મોરબી શહેરના સનાળા રોડ ઉપર અવધ-૪ પાસે શ્રીકુંજ સોસાયટીમાં રહેતો યુવાન પોતાના ઘરેથી રોકડા અઢી લાખ રૂપિયા અને તેની ગાડી લઈને નીકળી ગયેલ હતો અને ત્યારબાદ તે ગુમ થઈ ગયો છે જેથી યુવાનની પત્નીએ પતિ ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી જે યુવાન હાલમાં મળી આવેલ છે અને કામધંધો ન હોવાથી પત્ની મેણાં ટોણાં મારતી હોવાથી તે ઘરેથી ચાલ્યો ગયો હતો તેવું યુવાને પોલીસને જણાવ્યુ છે

મોરબી શહેરના શનાળા રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડની પાછળના ભાગમાં આવેલ અવધ-૪ સોસાયટી પાસે કેનાલ રોડે શ્રીકુંજ સોસાયટીમાં રહેતા ગીતાબેન પ્રબોધભાઈ કાલરીયાએ તેઓના પતિ પ્રબોધભાઈ રવજીભાઈ કાલરીયા (૪૮) પોતાના ઘરેથી તા. ૧૬/૭ ના રોજ સવારે સાડા દસ વાગ્યે રોકડા રૂપિયા અઢી લાખ અને તેની ગાડી લઈને નીકળ્યા છે અને ત્યાર બાદ તેના પતિ ગુમ થયા હોવા અંગેની મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવી હતી જેના આધારે ગુમા થયેલા યુવાનને શોધવા માટે તપાસ કરવામાં આવી રહી હતી તેવામાં ગુમ થયેલ પ્રબોધભાઈ રવજીભાઈ કાલરીયા મળી આવેલ છે ત્યારે આ આંગે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એ.એમ.ઝાપડિયા સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, ગુમ થયેલા પ્રબોધભાઈ રવજીભાઈ કાલરીયા કામધંધો કરતાં ન હતો જેથી કરીને પત્ની મેણાં ટોણાં મારતી હતી જે તેને મનોમન લાગી આવ્યું હતું અને તે ઘરેથી ચાલ્યા ગયા હતા અને મોરબીથી નીકળીને તે અમદાવાદ ખાતે તેના સબંધીના ઘરે ગયા હતા જો કે, સબંધીને પ્રબોધભાઈ મોરબીથી ગુમ થયા છે તેવી જાણ કરી હતી જેથી કરીને તેના મોટાભાઇ ત્યાં જઈને તેને મોરબી લઈને આવ્યા છે જો કે, હાલમાં પ્રબોધભાઈ તેના મોટાભાઈનાં ઘરે જ રહે છે..!




Latest News