મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના જનતા ક્લાસીસની ધો-૧૨ C.B.S.C. (Commerce) ની વિદ્યાર્થીની મૈત્રી ટોલીયાએ બોર્ડમાં ૯૫% મેળવ્યા


SHARE









મોરબીના જનતા ક્લાસીસની ધો-૧૨ C.B.S.C. (Commerce) ની વિદ્યાર્થીની મૈત્રી ટોલીયાએ બોર્ડમાં ૯૫% મેળવ્યા

મોરબી શહેરમા શિક્ષણ ક્ષેત્રે ૪ દાયકા કરતા પણ વધુ સમય થી કાર્યરત પ્રવિણભાઈ કક્કડ તથા ૧૫ વર્ષથી નિર્મિતભાઈ કક્કડ દ્વારા જનતા ક્લાસીસ ચલાવવામાં આવે છે અને ધો.૧૨ C.B.S.E. (Commerce) ના વિદ્યાર્થીઓએ ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરી ઉત્કૃષ્ણ પરિણામોની પરંપરાને જીવંત રાખી છે. આ વર્ષથી C.B.S.E. બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષને બે વિભાગમા વહેંચવામા આવ્યુ છે. જે અંતર્ગત ટર્મ-૧ અને ટર્મ-૨ ની પરિક્ષાઓ બોર્ડ દ્વારા જ આયોજીત કરવામા આવી હતી ત્યારે તાજેતરમાં ધો.૧૨ C.B.S.E. બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામા આવ્યુ છે જેમા મોરબી જનતા ક્લાસીસના કુલ ૭ વિદ્યાર્થીઓએ ૮૦% થી વધુ તથા કુલ ૧૮ વિદ્યાર્થીઓએ ૭૦% થી વધુ ગુણ પ્રાપ્ત કરી પોતાના પરિવાર તથા ક્લાસીસનુ નામ રોશન કર્યુ છે. 
જનતા ક્લાસીસના વિદ્યાર્થીઓ મૈત્રી વિપુલભાઈ ટોલીયા (૯૫%), જીત હર્ષદભાઈ વાસજારીયા(૮૯.૦૨%), ધ્વનિત આકાશભાઈ દેસાઈ (૮૭%), યશ ભરતભાઈ હદવાણી (૮૫.૪૦%), નૈમિષ નયનભાઈ ભોરણીયા (૮૦.૬૦%), પ્રણવ વિનોદભાઈ પડસુંબિયા (૮૦%), રાજ હીરેનભાઈ ગાંધી (૮૦%) સાથે ઉતિર્ણ થઈ તેમના પરિવાર તથા ક્લાસીસનુ નામ રોશન કર્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી શહેરમા શિક્ષણક્ષેત્રે છેલ્લા ચાર દાયકાથી પણ વધુ સમય થી કાર્યરત જનતા ક્લાસીસ દ્વારા ધો. ૧૧ અને ૧૨ કોમર્સ C.B.S.E. & G.S.E.B., B.com.,B.B.A., M.com. સહીતના અભ્યાસક્રમોના બધા જ વિષયોનુ શિક્ષણ આપવામાં આવે છે ત્યારે પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ ક્લાસીસના વિદ્યાર્થીઓએ ઉચ્ચ પરિણામોની પરંપરા જાળવી રાખી છે. વિદ્યાર્થીઓની આ અનેરી સિધ્ધિ બદલ ક્લાસીસના સંચાલક પ્રવિણભાઈ કક્કડ તથા નિર્મિતભાઈ કક્કડે અભિનંદન આપેલ છે




Latest News