મોરબીમાં બાઈક સાથે બાઈક અથડાવી દંપતીને માર મારનાર ચારની શોધખોળ
SHARE






મોરબીમાં બાઈક સાથે બાઈક અથડાવી દંપતીને માર મારનાર ચારની શોધખોળ
મોરબીમાં બાઇક લઇને જતાં દંપતીના બાઈક સાથે અન્ય બાઇક અથડાયુ હતુ તે વાતને લઇને ચાર અજાણ્યા ઇસમોએ ઝઘડો કરીને સતવારા દંપતીને માર મારતાં બંનેને સારવારમાં ખસેડાયા હતા અને બાદમાં ચાર અજાણ્યા લોકો સામે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.
"ચોરી પે શીનાજોરી" જેવા ઉપરોકત બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીમાં આવેલ હદાણીની વાડી વિસ્તારમાં રહેતા ભરતભાઈ ભગવાનજીભાઈ કણજારીયા (ઉંમર ૨૮) તેમના પત્ની ભગવતીબેન (ઉંમર ૨૬) ની સાથે બાઈકમાં દેવશ્રી ગાયનેક હોસ્પિટલે બતાવવા માટે ગયા હતા અને ડોકટરને બતાવીને પરત ઘરે જતા હતા ત્યારે શનાળા રોડ સ્કાય મોલ પાસે તેમના બાઇકની સાથે અન્ય બાઇક અથડાયુ હતું. ત્યારબાદ ચાર અજાણ્યા ઇસમોએ ફરિયાદી ભરતભાઈ અને તેમના પત્ની ભગવતીબેન સાથે ઝઘડો કરી ગાળો આપી હતી અને બાદમાં દંપતીને માર મારતા ભરતભાઈ અને ભગવતીબેનને સારવારમાં લઈ જવાયા હતા સારવાર બાદ ભરતભાઈ કણજારીયાએ ચાર અજાણ્યા ઇસમોની સામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા હાલમાં હમીરભાઈ ગોહિલે માર મારીને નાસી છૂટેલા ચાર હુમલાખોરને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”


