ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી નાલંદા વિદ્યાલયના વિદ્યાથીઓની CBSE ધો. 10-12 બોર્ડ અને JEE Main ની એકઝામમાં ઝળહળતી સફળતા


SHARE







મોરબી નાલંદા વિદ્યાલયના વિદ્યાથીઓની CBSE ધો. 10-12 બોર્ડ અને JEE Main ની એકઝામમાં ઝળહળતી સફળતા

તાજેતરમાં CBSE બોર્ડ દ્વારા ધો. 10 અને 12 ના પરીણામ જાહેર કરવામાં આવ્યા છે. તેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નાલંદાના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે અને મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યું છે ધો. 12 સાયન્સમાં અધારા દેવ 98.33 % અને કારીયા અભિમન્યુ 98 % સાથે સૌરાષ્ટ્રમાં ટોપ સ્થાન પ્રાપ્ત કર્યું છે તેમજ મોરબી જીલ્લામાં પ્રથમ અને દ્વિતીય ક્રમ મેળવેલ છે.

મોરબી જીલ્લામાં પ્રથમ 10 વિદ્યાર્થીઓમાં નાલંદા વિદ્યાલયના 11 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલ છે જેમાં અધારા દેવ 98.33 %, કારીયા અભિમન્યુ 98.00, જીવાણી હેત 95.67 %, જોબનપુત્રા સ્તવન 95.67 % , જસ જાદવ 94.33 % , દલસાણીયા વાસુ 94.00 % , પટેલ ધ્રુવ 94.00 % , પાંખી સિંધલ 93.67 % , મેરજા સ્મિત 93.67 %, વેકરીયા પૂજલ 93.33 %  અને જાદવ ચિરાગ 92.33 % નો  સમબેશ થાય છે જો શાળાના કુલ પરીણામ ઉપર નજર કરીએ તો શાળાનું પરીણામ 100 % આવેલ છે તેમજ 90 % ઉપર 15 વિદ્યાર્થી, 85 % ઉપર 35 વિદ્યાર્થી, 80 % ઉપર 42 વિદ્યાર્થી, 70 % ઉપર 52 વિદ્યાર્થીઓ પાસ થયેલ છે.

તો ધો. 12 કોમર્સમાં દેત્રોજા જૈમિની 97.2 % સાથે સૌરાષ્ટ્રમાં મોખરાનું સ્થાન અને મોરબી જીલ્લામાં પ્રથમ આવેલ છે મોરબી જીલ્લામાં પ્રથમ 10 માં નાલંદાના 8 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલ છે જેમાં દેત્રોજા જૈમિની - 97.2 % , માલાણી ધ્રોનાલ 96.4 % , અવાડીયા મીત 96.00 %, કવાડીયા તીર્થ 95.8 % , શેઠ ભૂમિકા 95.6 % , શાહ હેલી - 95.4 % , ભટ્ટાસણા સાર્થક – 95.2 %  અને સેતા બંસી 94.6 % નો સમાવેશ થાય છે અને જો કુલ પરીણામ ઉપર નજર કરીએ તો શાળાનું પરીણામ 100 % આવેલ છે તેમજ 90 % ઉપર 20 વિદ્યાર્થી, 85 % ઉપર 35 વિદ્યાર્થી, 80 % ઉપર 48 વિદ્યાર્થી, 70 % ઉપર 68 વિદ્યાર્થીઓ પાસ થયેલ છે.


તેવી જ રીતે ધો. 10 માં હર્ષ ગોહિલ - 97.00 % , પ્રિયાંશ કાનાણી – 97.00 % સાથે સૌરાષ્ટ્રમાં મોખરાનું તેમજ મોરબી જીલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે તેમજ મોરબી જીલ્લામાં પ્રથમ 10 માં 9 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે જેમાં હર્ષ ગોહિલ 97 % , પ્રિયાંશ કાનાણી 97 % , ધ્યેય દેલવાડીયા 96.4 % , મનન વાળા 96 % , શુક્લા અમિત 96 % , પટેલ દિયા95.2 % , અંબાણી પ્રશાંત 94.8 % , ગોપાણી ક્રિષ્ના 94.4 %  અને ભોરણીયા શ્રેયા 94.2 % આવે છે અને શાળાનું પરીણામ 98.65 % આવેલ છે તેમજ 90 % ઉપર 23 વિદ્યાર્થી, 85 % ઉપર 44 વિદ્યાર્થી, 80 % ઉપર 66 વિદ્યાર્થી, 70 % ઉપર 100 વિદ્યાર્થીઓ પાસ થયેલ છે.

આટલું જ નહીં તાજેતમાં જાહેર થયેલ JEE Main માં નાલંદાના વિદ્યાર્થી કરીયા અભિમાન્યુંએ 99.59 PR મેળવી સમગ્ર મોરબી જીલ્લામાં પ્રથમ તેમજ સમગ્ર ગુજરાતમાં પ્રથમ 50 વિદ્યાર્થીઓમાં સ્થાન પ્રાપ્ત કરી મોરબીનું ગૌરવ વધારેલ છે આ ઉપરાંત અન્ય 10 વિદ્યાર્થીઓએ JEE Main એકઝામમાં 90 પીઆર ઉપર માર્કસ મેળવેલ છે જેથી આ પરીણામ માટે નાલંદા વિદ્યાલયના ટ્રસ્ટી ગામી જયેશભાઇ દ્વારા તમામ વિદ્યાર્થી, શિક્ષકો અને વાલીઓને અભિનંદન આપવામાં આવેલ છે.






Latest News