મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામે જાહેરમાં જુગાર રમતા ચાર પકડાયા


SHARE









મોરબીના લાલપર ગામે જાહેરમાં જુગાર રમતા ચાર પકડાયા

મોરબી તાલુકા પોલીસના સ્ટાફને મળેલ બાતમીને આધારે લાલપર ગામે રેડ કરવામાં આવી હતી.ત્યારે ત્યાંથી જાહેરમાં જુગાર રમી રહેલા ચાર પતાપ્રેમીઓ મળી આવતા રોકડ રકમ સાથે ચારેયની ધરપકડ કરીને તેમના સામે જૂગારધારા મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

મોરબી તાલુકા પોલીસ મથકના સુત્રોના જણાવ્યા પ્રમાણે લાલપર ગામે ડેરી વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમવામાં આવી રહ્યો હોવાની તેઓને બાતમી મળી હતી જેથી કરીને ત્યાં ગત મોડી રાત્રિના બે વાગ્યાના અરસમાં રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી જાહેરમાં જૂગાર રમી રહેલા રાજદીપસિંહ ભરતસિંહ પરમાર જાતે કારડીયા રાજપુત (૩૨) હાલ રહે.લાલપર તા.મોરબી મૂળ રહે. મોજીદડ તા.ચુડા જી.સુરેન્દ્રનગર, યોગેશ ઈશ્વર પટેલ (૨૨) રહે.મોજીદડ તા.ચુડા અજય પ્રવીણ પટેલ (૨૪) રહે.હરિઓમ સોસાયટી ઘુંટુ તા.મોરબી મુળ રહે.રતનપર તા.ધાંગધ્રા અને વિપુલસિંહ ભીખુભા પઢિયાર જાતે કારડીયા રાજપુત (૨૪) રહે.ઉમરાડા તા.મૂડી જી.સુરેન્દ્રનગર વાળાઓ જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હોય તેઓની રોકડા રૂપિયા ૧૦,૧૦૦ સાથે ધરપકડ કરવામાં આવી હતી અને ચારેય વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

વૃદ્ધા સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ બાલાજી હાઇટ્સમાં રહેતા જશુબેન ભરતભાઈ ઠોરીયા નામના ૬૦ વર્ષીય વૃદ્ધા પોતાના પુત્ર સાથે બાઈકમાં બેસીને જતા હતા ત્યારે રવાપર રોડ ઉપર હનુમાન મંદિર પાસે તેઓ બાઈકમાંથી નીચે પડી જતા ઇજાઓ થવાથી તેમને સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબીના લાતી પ્લોટ શેરી નંબર ૧ પાસે અજાણી કાર દ્વારા હડફેટ લેવામાં આવતા ક્રિષ્નાબેન મનીષભાઈ ડોડીયા નામની ૨૪ વર્ષીય મહિલાને અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવી હતી.

મારામારીમાં ઈજા

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ શ્યામ સોસાયટી વિસ્તારમાં રહેતા ભરતભાઈ નરભેરામભાઈ સાણંદીયા જાતે પટેલ નામના ૪૩ વર્ષીય યુવાનને રવાપર ચોકડી પાસે આવેલ ગૌતમ હોલ નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.બનાવને પગલે એ ડિવિઝન પોલીસે તપાસ કરતા તેઓએ જણાવ્યું હતુ કે તેમના મિત્ર પ્રજ્ઞેશભાઈને હાથ ઉછીના પૈસા આપ્યા હોય અને તેની વાતચીત દરમિયાન બંને વચ્ચે ઝઘડો થયા બાદ ઝપાઝપી થઈ હતી અને તેમાં ઇજાઓ થતા તેમને સારવારમાં ખસેડાયા હતા




Latest News