જેમના માથે પિતાનો હાથ નથી. તેવી દીકરીઓના સપનાઓને હવે મળશે નવી પાંખો... ગુજરાતમાંથી તૈયાર થશે ભવિષ્યની IAS, IPS અધિકારીઓ, મોરબીથી શરૂ થશે અનાથ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની નવી સફર મોરબીના સોલંકીનગરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે હળવદના જુના ઇસનપુર ગામે દીકરાએ પિતાને ઘરેણા-વાહનો વેચી નાખવાની અને આપઘાત કરી લેવાની આપી ધમકી હળવદના મંગળપુર ગામની સીમમાં ખેતરના શેઢે ઉભા કરેલા થાંભલા હટાવવા બાબતે બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને માર માર્યો, પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીના તળાવિયા શનાળા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના નવા દેવળીયા ગામે મોબાઈલ ખોવાઈ જતા શંકા રાખીને પૂછવા ગયેલા યુવાન અને તેના મિત્રને બે શખ્સોએ ધોકા અને ધારીયાથી માર માર્યો મોરબીના જેતપર ગામે 10 લાખ માણસો ભેગા કરશું પછી આગળ શું કરવુંએ નક્કી કરશું: ઉપવાસી છાવણીએથી રાતે રાકેશભાઈ અમૃતિયાનો હુંકાર માળીયા (મી) તાલુકાના વવાણીયા અને ભાવપરમાં જુગારની બે રેડમાં 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબી સહિત ગુજરાતમાં ખેડૂતોના ખેતર અને લોકોના ઘર સુધી મળી રહ્યો છે નિરંતર વીજ પુરવઠો : બ્રિજેશભાઇ મેરજા


SHARE







મોરબી સહિત ગુજરાતમાં ખેડૂતોના ખેતર અને લોકોના ઘર સુધી મળી રહ્યો છે નિરંતર વીજ પુરવઠો : બ્રિજેશભાઇ મેરજા

મોરબી નજીકના સનાળા ગામ પાસે આવેલ પટેલ સમાજ વાડી ખાતે વીજ તંત્ર દ્વારા આજે ઉજ્જવલ ભારત ઉજવલ ભવિષ્ય અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં વીજ તંત્ર દ્વારા છેલ્લા વર્ષોમાં ગુજરાતના ગામડે ગામડે ખૂણે ખૂણે સુધી વીજ લાઈન પાથરીને વીજ પુરવઠો પહોંચાડવા માટેની કામગીરી કરવામાં આવી છે તેની સાથોસાથ છેલ્લા વર્ષોમાં કેન્દ્ર સરકાર દ્વારા દેશના જુદા જુદા રાજ્યની અંદર જે ગામડાઓમાં વર્ષોથી વિજય પુરવઠો પહોંચ્યો ન હતો ત્યાં સુધી ન માત્ર વીજ પુરવઠો પહોંચાડવાની કામગીરી પરંતુ ઘર ઘર સુધી વીજળી પહોંચાડવાની જે કામગીરી કરવામાં આવી છે તેની ઝાંખી દર્શાવતો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તેની સાથે વર્ષ ૨૦૪૭ સુધીમાં વીજ તંત્ર દ્વારા કઈ પ્રકારની કામગીરી કરવામાં આવશે અને કઈ રીતે લોકોને નિરંતર વીજ પુરવઠો મળતો રહેશે તેની માહિતી અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી

આ કાર્યક્રમમાં રાજ્યના પંચાયત વિભાગના મંત્રી અને મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મહામંત્રી જયુભા જાડેજા, જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ જયંતીભાઈ પડસુંબિયા, જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયા, મોરબી સિરામિક એસોસિયેશનના પ્રમુખ વિનોદભાઈ ભાડેજા અને કિરીટભાઈ પટેલ, માજી પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા, મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વાસદડિયા, મોરબી તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન રાકેશભાઈ કાવર, મોરબી તાલુકા યુવા ભાજપના પ્રમુખ નિતેશભાઇ બાવરવા સહિતના આગેવાનો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા

ત્યારે લોકોને સંબોધન કરતા રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે છેલ્લા વર્ષોમાં વીજ તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેના કારણે આજે ખેડૂતોને તેઓના ખેતર સુધી અને લોકોને તેઓના ઘર સુધી નિરંતર વીજ પુરવઠો મળી રહ્યો છે અને પહેલા ગુજરાતમાં વીજ પુરવઠાની ખાધ હતી જેની બદલે આજે ગુજરાતમાં જે વીજ પુરવઠો ઉત્પન્ન થાય છે તેનું અન્ય રાજ્યોમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે જે બતાવે છે કે વીજતંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેના થકી લોકોના ઘર સુધી અજવાળા પહોંચ્યા છે આમ આગામી વર્ષોમાં પણ સરકારના માધ્યમથી જે કંઈ કામગીરી કરવામાં આવશે તેના ફળ સ્વરૂપે લોકોની સુખાકારીમાં સો ટકા વધારો થશે તેવી લાગણી રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ વ્યક્ત કરી હતી






Latest News